ભારતના 'મન્નત'ની જેમ દુબઈમાં છે શાહરુખનું 'જન્નત', કિંમત અંદાજે 100 કરોડ, પાડોશી છે વડાપ્રધાન...
Shahrukh 100 Cr Bungalow In Palm Jumeirah: શાહરૂખ ખાન દાયકાઓથી ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી રહ્યો છે. 'રોમાન્સ કિંગ' તરીકે જાણીતા શાહરૂખે પોતાની ક્ષમતા અને મહેનતના આધારે નામ-પ્રસિદ્ધિ અને પૈસા કમાયા છે. આજે તેની પાસે સંપત્તિની કોઈ કમી નથી. તે લક્ઝરી કારમાં ફરે છે અને કરોડોની કિંમતના આલીશાન મકાનમાં રહે છે.
આશરે 100 કરોડની કિંમતનું 'જન્નત'
શાહરૂખ ખાન પાસે ઘણા આલીશાન ઘર છે. તેના સપનાનો મહેલ 'મન્નત' છે, જેને શાહરૂખે વર્ષ 2001માં ખરીદ્યું હતું. શાહરૂખની ઘણી લેવીશિંગ પ્રોપર્ટી છે, જેમાં દુબઈમાં તેની પાસે 'જન્નત' નામનો બંગલો છે. તેમજ આ બંગલો તેણે ખરીદ્યો ન હતો, પરંતુ તેને તે ગીફ્ટમાં મળ્યો હતો.
કોણે કર્યો બંગલો ગિફ્ટ?
દુબઈના પામ જુમેરાહની સામે સ્થિત શાહરૂખ ખાનનાં 'જન્નત'નો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. પામ જુમેરાહ સૌથી મોટા મેન મેઈડ આઈલેન્ડ તરીકે ઓળખાય છે. વીડિયોમાં SRKએ પોતે ખુલાસો કર્યો છે કે તેણે આ ઘર ખરીદ્યું નથી, પરંતુ તેને નખિલે ગિફ્ટ કર્યું હતું. નખિલ દુબઈ સ્થિત ડેવલપર છે, જેણે તેને વર્ષ 2007માં બંગલો ગિફ્ટ કર્યો હતો. વીડિયોમાં શાહરૂખ પોતાના દુબઈ સ્થિત ઘર વિશે કહેતો જોવા મળી રહ્યો છે.
શાહરૂખ ખાનના દુબઈના ઘરની કિંમત?
શાહરૂખના દુબઈમાં આવેલા ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે. એસઆરકેનો વિલા 14000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. બે માળના મકાનમાં ખાનગી બીચ વિસ્તાર છે. સી-ફેસિંગ બંગલામાંથી સમુદ્રનો સુંદર નજારો દેખાય છે. શાહરૂખના આ બંગલામાં 6 બેડરૂમ, બે રિમોટ ઓપરેટેડ ગેરેજ, પ્રાઇવેટ પૂલ સાથે દુનિયાભરની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઘરનું ઈન્ટિરિયર ગૌરી ખાને કર્યું છે.
ખાન પરિવાર અહીં વિતાવે છે સમય
શાહરૂખે એવું પણ જણાવ્યું હતું કે, 'મને હાલમાં જ જાણકારી મળી છે કે દુબઈના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલી મારા પાડોશી છે.' આ ઉપરાંત આ ઘરમાં કોઈ સરળતાથી પ્રવેશી શકતું નથી. દરેક જગ્યાએ હાઈ ટેક સિક્યુરિટી લગાવવામાં આવી છે. એવું પણ કહેવામાં આવે છે કે જન્નત શાહરુખની સફળતા અને સિદ્ધિને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે.