'તેરી બાતો મેં એસા ઉલઝા જિયા'એ 5માં દિવસે કરી કમાલ, શાહિદની ફિલ્મે મંગળવારે 3.85 કરોડ છાપ્યા
Image:X
નવી મુંબઇ,તા. 14 ફેબ્રુઆરી 2024, બુધવાર
માણસ અને રોબોટની લવ સ્ટોરી રજૂ કરતી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' થિયેટરોમાં લોકોના દિલ જીતી રહી છે. શાહિદ કપૂર અને કૃતિ સેનનની આ ફિલ્મ વેલેન્ટાઈન વીકમાં પરફેક્ટ એન્ટરટેઈનર સાબિત થઈ રહી છે. શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'ને સારા રિવ્યુ મળ્યા હતા. ફિલ્મની કોમેડી અને બંને કલાકારોની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
લોકોને આ ફિલ્મ ખૂબ જ રસપ્રદ અને સકારાત્મક લાગી રહી છે. આ સકારાત્મક વાતાવરણથી ફિલ્મની કમાણીને ઘણો ફાયદો થઈ રહ્યો છે. મજબૂત વીકેન્ડ કલેક્શન પછી, 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' સોમવારે પણ અકબંધ રહ્યું. ફિલ્મે પાંચમાં દિવસે પણ સારી કમાણી કરી લીધી છે.
5માં દિવસે ફિલ્મની સફળતા
'તેરી બાતોં ને ઐસા ઉલ્ઝા જિયા' એ પહેલા વીકએન્ડમાં લગભગ રૂ. 28 કરોડના નેટ કલેક્શન સાથે નક્કર ટોટલ કલેક્શન કર્યું હતું. ફિલ્મની ખરી કસોટી સોમવારે થવાની હતી, જે તેણે રૂ. 3.65 કરોડના મજબૂત કલેક્શન સાથે પાસ કરી હતી. 4 દિવસમાં ફિલ્મે લગભગ 31 કરોડ રૂપિયાનું નેટ ઈન્ડિયા કલેક્શન કરી લીધુ છે.
મંગળવારે બોક્સ ઓફિસ પર 3.85 કરોડ ક્લેક્શન
હવે સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'એ 5માં દિવસે શાનદાર કમાણી કરી છે. મંગળવારે ફિલ્મે સોમવાર કરતાં વધુ કલેક્શન કર્યું છે. અનુમાન મુજબ શાહિદ-કૃતિની ફિલ્મે મંગળવારે બોક્સ ઓફિસ પર 3.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ વર્ષની પહેલી ફિલ્મ
'ગદર 2', 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'ધ કેરાલા સ્ટોરી' એવી કેટલીક ફિલ્મો છે જેણે સોમવાર કરતાં મંગળવારે વધુ કલેક્શન કર્યું હતું.
બોક્સ ઓફિસના ટ્રેન્ડમાં એવું ભાગ્યે જ બને છે કે સોમવાર કરતાં મંગળવારે ફિલ્મો વધુ કલેક્શન કરે છે, અને તે પણ જ્યારે આ દિવસે કોઈ મોટી ઇવેન્ટ અથવા રજા ન હોય.
'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' 2024માં આવું કરનારી પહેલી બોલિવૂડ ફિલ્મ છે. ફિલ્મના નિર્માતાઓએ વેલેન્ટાઈન વીકને ધ્યાનમાં રાખીને ટિકિટ પર વિશેષ ઓફરની જાહેરાત કરી હતી. જો તમે 12મી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી એક ફિલ્મની ટિકિટ બુક કરો છો, તો બીજી ટિકિટ મફત છે. આ ઓફર છતાં ફિલ્મની કમાણીમાં થયેલો વધારો દર્શાવે છે કે, શાહિદ-કૃતિની ફિલ્મ જોવા માટે વધુને વધુ લોકો થિયેટરોમાં પહોંચી રહ્યા છે.