શાહિદ કપૂરની નવી ફિલ્મ સાઉથના એટલી સાથે હશે
- શાહિદ આજકાલમાં ફિલ્મ સાઈન કરશે
- સ્ક્રિપ્ટ તૈયારઃ કમર્શિઅલ મસાલા ફિલ્મ માટે શાહિદ સૌથી યોગ્ય હોવાનો એટલીનો મત
મુંબઇ : શાહિદ કપૂર આગામી પ્રોજેક્ટ માટે દક્ષિણના સફળ દિગ્દર્શક એટલી સાથે વાતચીત કરી રહ્યો છે. તે હવે જલદી આ ફિલ્મ સાઇન કરે તેવી શક્યતા છે.
સૂત્રે જણાવ્યું હતું કે, આ એક ઓરિજિનલ એકશન મનોરંજક ફિલ્મ હશે. એટલીએ પોતાના સહયોગી સાથે મળીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે. એટલીને લાગે છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટના અનુસાર મુખ્ય રોલમાં શાહિદ કપૂર જ ફિટ બેસે છે. શાહિદ અને એટલી વચ્ચેની વાતચીત હાલ છેલ્લા તબક્કામાં છે.