રિલીઝ થયાના કલાકોમાં જ HDમાં લીક થઈ શાહિદ કપૂરની ફિલ્મ 'દેવા', મેકર્સને થઈ શકે છે મોટું નુકસાન
Image Twitter |
Deva Full Movie Leaked Online in Hindi: વર્ષ 2025ની સૌથી મોટી ફિલ્મોમાંની એક શાહિદ કપૂરની ફિલ્મ 'દેવા' રિલીઝ થયાના થોડા કલાકો બાદ તરત જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. અને તે પણ HD ફોર્મમાં લીક થઈ છે, જેના કારણે હવે મેકર્સને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ ફિલ્મ 31 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મના રિવ્યુ આવવાનું શરૂ થયું હતું અને તે દરમિયાન તેના લીકના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો : અકસ્માત બાદ શ્વેતા રોહિરાના હાથ-પગમાં ફ્રેક્ચર, સલમાન ખાનને માને છે ભાઈ
ડાઉનલોડ કરવા વિવિધ કીવર્ડ્સ દ્વારા ગૂગલ પર સર્ચ થઈ રહ્યું છે
ફિલ્મમાં શાહિદ કપૂરને પોલીસના રોલમાં જોવા મળે છે અને ચાહકો તેને પોલીસ યુનિફોર્મમાં જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. થિયેટરોમાં દર્શકોની ભીડ એકઠી થાય તે પહેલાં જ આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે. એક રિપોર્ટ પ્રમાણે 'દેવા' ફિલ્મ ડાઉનલોડ કરવા માટે અલગ અલગ કીવર્ડ્સ દ્વારા ગૂગલ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે.
ફિલ્મમાં શાહિદ પોલીસના રોલમાં જોવા મળી રહ્યો છે
ફિલ્મ વિશે વાત કરીએ તો 'દેવા' એક એક્શન ફિલ્મ છે, જેમાં શાહિદ પોલીસના રોલમાં જોવા મળી રહ્યો છે, જ્યારે પૂજા હેગડે એક પત્રકારની ભૂમિકામાં જોવા મળે છે. તેમની સાથે ગિરીશ કુલકર્ણી અને કુબ્રા સૈત પણ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. 'દેવા' નું નિદર્શન મલયાલમ ફિલ્મ નિર્માતા રોશન એન્ડ્રુઝ દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં શાહિદની એન્ટ્રી એક ડાન્સ સાથે થાય છે
ફિલ્મના ટ્રેલરથી લઈને દરેક ગીતો હિટ ગયા છે. હવે, આ ફિલ્મ પણ હિટ થવાની આશા છે, કારણ કે, ફિલ્મની ઘણી પ્રશંસા થઈ રહી છે. ફિલ્મમાં શાહિદની એન્ટ્રી એક ડાન્સ સાથે થાય છે અને પોલીસ અધિકારીની ભૂમિકામાં તેની એક્શન દર્શકોને ચુંબકની જેમ પોતાની સીટ પર બાંધીને રાખે છે.
પહેલા દિવસે આટલું હોઈ શકે છે ફિલ્મનું કલેક્શન
એક અંદાજ પ્રમાણે ફિલ્મ 'દેવા' ની શરૂઆત ધીમી રહેશે અને શરૂઆતના દિવસોમાં લગભગ 5-10 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. ટ્રેડ એનાલિસ્ટના મતે એડવાન્સ ટિકિટનું વેચાણ લગભગ રૂ. 1.7 કરોડ હોઈ શકે છે.