Get The App

શાહિદ કપૂર સાત વર્ષ પછી ફરી વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
શાહિદ કપૂર સાત વર્ષ પછી  ફરી વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં 1 - image


- નવી ફિલ્મ એક્શન થ્રીલર હોવાની ધારણા

- અગાઉ શાહિદ વિશાલની કમીને, હૈદર અને રંગૂન જેવી ફિલ્મો કરી ચૂક્યો છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: શાહિદ કપૂર સાત વર્ષ પછી ફરી ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં કામ કરવાનો છે. આ એક એક્શન ફિલ્મ હશે. 

શાહિદે અગાઉ વિશાલ ભારદ્વાજની 'કમીને', 'હૈદર' અને 'રંગૂન'માં કામ કર્યું હતું. 'કમીને'માં તેનો ડબલ રોલ હતો અને પ્રિયંકા ચોપરા તેની હિરોઈન હતી. 'હૈદર' ફિલ્મ શેક્સપિયરનાં નાટક હેમ્લેટનું એડોપ્શન હતું. 'રંગૂન' ફિલ્મમાં સૈફ અલી ખાન અને કંગના રણૌત તેના સહકલાકારો હતો. આ ફિલ્મ આઝાદીની લડાઈમાં આઝાદ હિંદ  ફોજનાં પરાક્રમો પર આધારિત હતી. શાહિદની કારકિર્દીમાં આ ત્રણેય ફિલ્મો  મહત્વનું સ્થાન ધરાવે છે. 

હવે નવી ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડયૂસ કરશે. ફિલ્મનું ટાઈટલ હવે પછી નક્કી થશે. ફિલ્મનું શૂટિંગ ભારત અને અમેરિકમાં થશે. 


Google NewsGoogle News