Get The App

પ્રેમ કી શાદીમાં સલમાનને બદલે શાહીદ કપૂર ગોઠવાયો

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
પ્રેમ કી શાદીમાં સલમાનને બદલે શાહીદ કપૂર ગોઠવાયો 1 - image


સલમાનને સ્ક્રિપ્ટ પસંદ પડી ન હતી

સૂરજ બડજાત્યા શાહીદની વય પ્રમાણે સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારો પણ કરશે

મુંબઈ: સૂરજ બડજાત્યાની 'પ્રેમ કી શાદી'માં સલમાન ખાનને બદલે શાહીદ કપૂર ગોઠવાઈ ગયો છે. સલમાન અને સૂરજ વચ્ચે સ્ક્રિપ્ટ બાબતે મતભેદ સર્જાતાં સલમાને આ ફિલ્મ છોડી દીધી હતી. 

'મૈને પ્યાર કિયા', 'હમ આપ કે હૈ કૌન' તથા 'હમ સાથ સાથ હૈ' જેવી ફિલ્મો દ્વારા સૂરજે સલમાનને ટોચ પર બેસાડવામાં મદદ કરી હતી. બંનેએ છેલ્લે 'પ્રેમ રતન ધન પાયો'  ફિલ્મ માટે કોલબરેશન કર્યું હતું. 

આથી, વર્ષો પછી સૂરજે સલમાનને લઈ 'પ્રેમ કી શાદી' બનાવવાની જાહેરાત કરી ત્યારે તેના ચાહકો ખુશ થઈ ગયા હતા. સલમાનને 'પ્રેમ'નું આઈકોનિક નામ પણ સૂરજે જ આપ્યું છે. 

જોકે, કમનસીબે સ્ક્રિપ્ટ બાબતે મતભેદો સર્જાતાં આ કોલબરેશન થયું નથી. આખરે સૂરજે આ ફિલ્મ શાહીદને ઓફર કરી છે. સૂરજની 'વિવાહ ' ફિલ્મમાં શાહીદ કપૂર અગાઉ કામ કરી ચૂક્યો છે અને તે તેની હિટ ફિલ્મોમાંની એક હતી. આથી સૂરજ અને શાહીદ વચ્ચે પણ સારો મનમેળ છે. હવે આ ફિલ્મ બાબતે સૂરજ તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાય છે. 



Google NewsGoogle News