આમિર ખાનની સુપરહિટ ફિલ્મને ઠુકરાવવાનું આજે પણ દુઃખ, સ્ક્રિપ્ટ વાંચીને રડી પડ્યો હતો શાહિદ કપૂર
- રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા નિર્દેશિત રંગ દે બસંતી વર્ષ 2006ની બ્લોકબસ્ટર ફિલ્મ હતી
નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2024, રવિવાર
બેકગ્રાઉન્ડ ડાન્સરથી લઈને સિનેમાના દમદાર અભિનેતા બનવા સુધી શાહિદ કપૂરે તેની 21 વર્ષની લાંબી કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. ઈશ્ક વિશ્ક સાથે ડેબ્યુ કર્યા બાદ તે નેશનલ ક્રશ બની ગયો હતો. ત્યારબાદ તેણે વિવાહ, ઉડતા પંજાબ, જબ વી મેટ, કમીને, હૈદર, ચૂપ ચૂપ કે અને આર...રાજકુમાર જેવી દમદાર ફિલ્મોમાં કામ કરીને પોતાના અભિનયને વધુ શ્રેષ્ઠ બનાવ્યો છે.
શાહિદ કપૂર આજે પોતાનો 43 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આમ તો તેણે સિનેમામાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં શાનદાર પાત્ર ભજવ્યા છે પરંતુ તેને એક ફિલ્મ ઠુકરાવી દેવાનું આજે પણ દુ:ખ છે અને તે ફિલ્મ આમિર ખાનની સુપરહિટ ફિલ્મ રંગ દે બસંતી છે.
શાહિદ કપૂરને ઓફર થઈ હતી રંગ દે બસંતી
રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા નિર્દેશિત રંગ દે બસંતી વર્ષ 2006ની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. ફિલ્મમાં આમિર ખાન સાથે શરમન જોશી, કુણાલ કપૂર, સિદ્ધાર્થ અને સોહા અલી ખાન જેવા કલાકારોએ કામ કર્યું હતું. જો કે, તમે ભાગ્યે જ એ વાતની જાણ હશે કે, આ ફિલ્મ માટે સૌથી પહેલા શાહિદ કપૂરને કાસ્ટ કરવામાં આવ્યો હતો. અભિનેતાએ સ્ક્રિપ્ટ પણ વાંચી લીધી હતી પરંતુ વાત ન બની શકી હતી.
શાહિદ કપૂરને આમિર ખાનની ફિલ્મ ઠુકરાવાનું દુ:ખ
નેહા ધૂપિયાના શો BFF વિથ વોગમાં શાહિદ કપૂરે ખુલાસો કર્યો હતો કે, તેને આમિર ખાન સ્ટારર રંગ દે બસંતી ઠુકરાવી દેવાનું દુ:ખ છે. અભિનેતાએ કહ્યું કે, મને આ ફિલ્મ ન કરવાનું દુ:ખ છે. તેઓ ઈચ્છતા હતા કે, હું સિદ્ધાર્થનું પાત્ર ભજવું. હું સ્ક્રિપ્ટ વાંચીને રડી પડ્યો હતો અને તે મને ખૂબ જ પસંદ આવી હતી પરંતુ દુર્ભાગ્યે હું તેના માટે સમય ન કાઢી શક્યો.
કેમ ઠુકરાવી હતી રંગ દે બસંતી?
શાહિદ કપૂરે એક જૂના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શા માટે તેણે આ ફિલ્મ ઠુકરાવી દીધી હતી. અભિનેતાએ કહ્યું કે તેને છેલ્લી ક્ષણે રંગ દે બસંતીની ઓફર આવી હતી અને તે સમયે તે ફિલ્મ માટે સમય ફાળવી શક્યો ન હતો કારણ કે તેની અન્ય કમેન્ટમેન્ટ હતી. જોકે રિલીઝ બાદ તેણે આ ફિલ્મ જોઈ પણ હતી અને તેને ખૂબ પસંદ પણ આવી હતી.