'તેરી બાતો મેં એસા ઉલઝા જીયા' ફિલ્મની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, વર્લ્ડવાઈડ બનાવ્યો રેકોર્ડ
નવી દિલ્હી,તા. 19 ફેબ્રુઆરી 2024,મંગળવાર
શાહિદ કપુર અને ક્રિતિ સેનની સુપરહિટ ફિલ્મ તેરી બાતો મેં ઐસે ઉલઝા જીયા 9 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા છે. ફિલ્મ જોવા માટે દર્શકોની ભીડ થિયેટરોમાં પહોંચી રહી છે.
આ સાથે 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' માત્ર ઘરેલુ જ નહીં પરંતુ વિશ્વભરના બોક્સ ઓફિસ પર પણ ઘણી કમાણી કરી રહી છે. આ ફિલ્મના વર્લ્ડ વાઇડ પરફોર્મન્સની જડો વાત કરવામાં આવે તો આ ફિલ્મે 10માં દિવસે એક મોટી સિદ્ધિ મેળવી છે.
100 કરોડનો આંકડો કર્યો પાર
શાહિદ કપૂરની ફિલ્મે 10માં દિવસે વિશ્વભરમાં 8 કરોડ રૂપિયાની કમાણી કરીને 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે 10મા દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર 6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 58.20 કરોડ રૂપિયા થઈ ગયું છે.
જિયાએ વર્લ્ડવાઈડ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરતા જ શાહિદ અને કૃતિએ પણ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા વર્લ્ડ વાઇડ ક્લેક્શન રૂ. 100 કરોડના ક્લબમાં સામેલ થનારી શાહિદ કપૂરની ચોથી ફિલ્મ છે. આ પહેલા પદ્માવત, કબીર સિંહ અને આર રાજકુમાર આ ક્લબમાં જોડાઈ ચૂક્યા છે.
આદિપુરુષ, હાઉસફુલ 4, દિલવાલે અને લુકા ચુપ્પી પછી 100 કરોડના ક્લબમાં પ્રવેશનારી કૃતિ સેનનની આ પાંચમી ફિલ્મ છે. એટલું જ નહીં, તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા 2024ની ચોથી ફિલ્મ છે જે વિશ્વભરમાં રૂ. 100 કરોડના ક્લબમાં પ્રવેશી છે.
શું છે ફિલ્મની સ્ટોરી?
આ ફિલ્મની વાર્તા પણ સાવ અલગ છે. આ આર્યન અગ્નિહોત્રી (શાહિદ કપૂર) અને સિફ્રા (કૃતિ સેનન)નીલવ સ્ટોરી છે. જેમાં સિફ્રા એક રોબોટ છે. બંનેની પસંદ અને નાપસંદ એકબીજાને ખૂબ જ મળતી આવે છે. છતાં એક રોબોટ સાથે લવમાં પડવુ શાહિદને એટલે આર્યનને ભારે પડે છે અને ફિલ્મમાં કોમેડી થાય છે. શાહિદ કપૂરે આર્યનના રોલમાં ખૂબ જ સારું કામ કર્યું છે. તેનો મસ્તીભર્યો અને રોમેન્ટિક અવતાર દર્શકોને ગમી રહ્યો છે. જ્યારે સિફરાના રોલમાં કૃતિ સેનન મજબૂત છે. લાગણીવિહીન રોબોટ બનવું સરળ નહોતું, પરંતુ તેણે આ ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતિ સેનનની કેમેસ્ટ્રી અદભૂત છે. બંને એકસાથે સુંદર રીતે ફિટ થાય છે. તેમનો રોમાન્સ જોઈને તમને રોમાન્સ કરવાનું મન થશે.
ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડિયા, રાકેશ બેદી, રાજેશ કુમાર, અનુભા ફતેહપુરિયા, આશિષ વર્મા, ગ્રુષા કપૂર અને રસુલ ટંડને તેમના પાત્રો ખૂબ જ સારી રીતે ભજવ્યા છે. દરેક વ્યક્તિ ફની અંદાજમાં જોવા મળે છે.