શાહિદ કપૂરે મુંબઈમાં 60 કરોડનો સી ફેસિંગ ફલેટ ખરીદ્યો
- શાહિદનું એક જ બિલ્ડિંગમાં બીજું રોકાણ
- ફલેટ માટે પોણા બે કરોડ સ્ટેમ્પ ડયૂટી ચૂકવી ચોરસ ફૂટના લાખ રૂપિયાના ભાવે ખરીદી
મુંબઇ : શાહિદ કપૂરે મુંબઈના વરલી વિસ્તારમાં ૬૦ કરોડનો ફલેટ ખરીદી સૌને ચોંકાવ્યા છે. આ અગાઉ તેણે જુહૂનો બંગલો વેચીન વરલી વિસ્તારની આ બિલ્ડિંગના ૪૨મા અને ૪૩મા માળે ડુપ્લેક્સ ખરીદ્યો હતો. હવે તેણે ફરી અહીં ૫૬૧૪ સ્કવેર ફૂટનો નવો ફલેટ લીધો છે.
ફલેટના માલિકો તરીકે શાહીદ અને મીરા બંનેના નામ છે. આ ફલેટ ૨૪મા માળે છે અને ત્યાંથી દરિયાનો સરસ વ્યૂ મળે છે. તેણે ફલેટના રજિસ્ટ્રેશન માટે પોણા બે કરોડની સ્ટેમ્પ ડયૂટી ચૂકવી છે. આ ફલેટમાં તેને ત્રણ કાર પાર્કિંગની સગવડ પણ મળવાની છે. શાહિદે અગાઉ ૨૯૧૮માં આ જ બિલ્ડિંગમાં ડુપ્લેક્સની ખરીદી કરી હતી.
શાહિદની પહેલાં આ ફલેટ ખરીદનારા માલિકે ચોરસફૂટના આશરે ૬૫ હજાર રુપિયા ચૂકવ્યા હતા. હવે શાહિદે ચોરસ ફૂટ દીધ આશરે એક લાખ રુપિયા ચૂકવ્યા છે. આ બિલ્ડિંગમાં કેટલાક ટોચના કોર્પોરેટ હાઉસીસના ડાયરેક્ટરો પણ ફલેટ ખરીદી ચૂક્યા છે.