શાહિદ કપૂર અને કરીના કપૂર રૂપેરી પડદે ફરી સાથે કામ કરશે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
શાહિદ કપૂર અને કરીના કપૂર રૂપેરી પડદે ફરી સાથે કામ કરશે 1 - image


- જબ વી મેટની સીકવલની તૈયારી નિર્માતા રાજ મહેતા કરી રહ્યો છે

મુંબઇ: શાહિદ કપૂર અને કરીના કપૂરે કારકિર્દીમાં ઘણી ફિલ્મો સાથે કરી છે.જેમાંથી તેમની જબ વી મેટ જોડી બોક્સ ઓફિસ પર સુપરહિટ નીવડી હતી. કેટલાય સમયથી તેમના ચાહકો આ ફિલ્મની સીકવલ આવે તેમ ઇચ્છતા હતા. હવે આ ફિલ્મની સીકવલની તૈયારી નિર્માતા રાજ મહેતા કરી રહ્યા છલ્જેમાં શાહિદ અનેકરીના ફરી સાથે જોવા મળશે. 

એક રિપોર્ટના પ્રમાણે, ફિલ્મની સીકવલ વર્ઝનનું દિગ્દર્શ ઇમ્તિયાઝ અલી કરશે. જેણે જબ વી મેટનું દિગ્દર્શન કર્યું હતું. અનુમાન છે કે, આ ફિલ્મમાં શાહિદ અને કરીના જ આદિત્ય અને ગીત તરીકે ફરી સાથે આવશે. જોકે આ ફિલ્મને લઇને નિર્માતાએ કોઇ સત્તાવાર ઘોષણા કરી નથી. 

સોશયલ મીડિયાના પોર્ટલના અનુસાર, જબ વી મેટની સીકવલ રાજ મહેતાદ્વારા ગાંધાર ફિલ્મસના બેનર હેઠળ પ્રોડયુસ કરવામાં આવશે. 


Google NewsGoogle News