શાહિદે સતત બીજાં વર્ષે ત્રણ કરોડની નવી કાર ખરીદી
- ગત વર્ષે આ જ સમયે કાર ખરીદી હતી
- અભિનેતાએ પત્ની મીરા અને કાર સાથે સોશયલ મીડિયા પર તસવીર શેર કરી
મુંબઇ : શાહિદ કપૂરના કારના કાફલામાં વધુ એક કાર સામેલ થઇ ગઇ છે. તેણે અને પત્ની મીરા રાજપૂતે એક બ્રાન્ડ ન્યુ લકઝરી મર્સિડિસ ગાડી ખરીદી છે. જેની તસવીર અભિનેતાએ પત્ની મીરા અને કાર સાથે સાશિયયલ મીડિયા પર શેર કરી છે.
શહિદની આ બ્રાન્ડ ન્યુ કારની કિંમત ૨.૯૬ કરોડ હોવાનું કહેવાય છે.
શાહિદે ૨૦૨૨માં પણ એક મર્સિડિસ કાર ખરીદી હતી. આ ઉપરાંત તેની પાસે રેન્જ રોવર વોહ, પોર્શ કેયીની જીટીએસ, જગુઆર એક્સકેઆર-એસ અને મર્સિડીસ કાર છે.
પાછલાં વર્ષોમાં શાહિદ કપૂરની 'ફર્જી' વેબ સીરીઝ હિટ થઈ છે પરંતુ તેને બાદ કરતાં તેની એવો કોઈ મોટી હિટ ફિલ્મ આવી નથી. ગયાં વર્ષે તેની 'જર્સી' મૂવી ટિકિટબારી પર પિટાઈ ગઈ હતી. આમ છતાં તેણે નજીકના ભૂતકાળમાં મુંબઈમાં જંગી પ્રોપર્ટી પણ ખરીદી છે અને તે ઉપરાછાપરી નવી કારની ખરીદી કરી રહ્યો છે.