શાહિદ અને તૃપ્તિએ અર્જુન ઉસ્તરાનું શૂટિંગ ચાલુ કર્યું
- વિશાલ ભારદ્વાજની ફિલ્મનું મુહૂર્ત કરાયું
- ફિલ્મમાં નાના પાટેકર અને રણદીપ હુડા સહિતના કલાકારો, અગાઉ કાર્તિક મુખ્ય ભૂમિકા ભજવવાનો હતો
મુંબઇ : વિશાલ ભારદ્વાજની આગામી એકશન-થ્રિલર ફિલ્મ 'અર્જુન ઉસ્તરા'નું શૂટિંગ મુંબઇમાં શાહિદ કપૂરે અને તૃપ્તિ ડીમરીએ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાળાનું છે. ફિલ્મની કામચલાઉ રીલિઝ ડેટ આ વર્ષની પાંચમી ડિસેમ્બર નક્કી કરાઈ છે.
આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા ઉપરાંત નાના પાટેકર અને રણદીપ હુડા પણ મહત્વના રોલમાં છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ જાહેર થઈ ત્યારે કાર્તિક આર્યન તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવા અહેવાલો હતા.
જોકે, બાદમાં વિશાલે કાર્તિકને બદલે તેના જૂના ભરોસેમંદ એક્ટર શાહિદની પસંદગી કરી હતી. શાહિદ અગાઉ વિશાલ ભારદ્વાજની 'કમીને' તથા 'હૈદર' સહિતની ફિલ્મો કરી ચૂક્યો છે.