હૃતિકની વોર ટૂમાં શાહરુખ પણ પઠાણના રોલમાં દેખાશે
- અગાઉ સલમાનની ટાઈગર થ્રીમાં પણ દેખાયો હતો
- સ્પાય યુનિવર્સ સર્જવા માટે એક ફિલ્મમાં એકથી વધુ ફિલ્મોના પાત્રની એન્ટ્રી
મુંબઇ : હૃતિક રોશન તથા કિયારા અડવાણીની ફિલ્મમાં શાહરુખ ખાનનો કેમિયો હોવાનું લગભગ નક્કી મનાય છે. શાહરુખ પોતાના 'પઠાણ' ફિલ્મના રોલમાં જ કેમિયોમાં દેખાશે.
એક દાવા અનુસાર 'વોર ટૂ'ના પોસ્ટ ક્રેડિટમાં અભિનેતાની ઝલક સ્ક્રીન પર જોવા મળશે. આ પહેલાપણ શાહરૂખ ખાને સલમાન ખાનની સ્પાય થ્રીલર 'ટાઇગર ૩'માં પઠાણના લુકમાં કેમિયો કર્યો હતો. યશરાજ દ્વારા તેનું અલાયદું સ્પાય યુનિવર્સ રચવામાં આવી રહ્યું છે અને તેના ભાગરુપે દરેક સ્પાય ફિલ્મનાં પાત્રો અન્ય સ્પાય ફિલ્મમાં દેખા દઈ રહ્યાં છે .
'વોર ટૂ' ફિલ્મમાં હૃતિક રોશન અને કિયારા અડવાણી સાથે જુનિયર એનટીઆરની પણ ભૂમિકા છે.