વિવેક અગ્નીહોત્રીએ શાહરુખ પર લગાવ્યા આરોપ, કહ્યું- 'તેમની સોશિયલ મીડિયા એજન્સીએ મારા પર કર્યો હુમલો'

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
વિવેક અગ્નીહોત્રીએ શાહરુખ પર લગાવ્યા આરોપ, કહ્યું- 'તેમની સોશિયલ મીડિયા એજન્સીએ મારા પર કર્યો હુમલો' 1 - image


નવી મુંબઇ,તા. 2 ઓક્ટોબર 2023, સોમવાર 

વિવેક અગ્નિહોત્રીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ વેક્સીન વોર' 28 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. વિવેક અગ્નિહોત્રીની અગાઉની ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી.

મળતી માહિતી પ્રમાણે,આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી બહુ રિસ્પોન્સ નથી મળી રહ્યો. ફિલ્મને દર્શકોનો નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, બોક્સ ઓફિસ કલેક્શનને જોતા લાગે છે કે ફિલ્મની કિંમતની ગણતરી કરવી ખૂબ મુશ્કેલ છે.

વિવેક અગ્નિહોત્રીએ શાહરૂખ પર ગંભીર આરોપ લગાવ્યા હતા

બીજી તરફ શાહરૂખ ખાનની 'જવાન' બોક્સ ઓફિસ પર જામી ગઇ છે. ત્યારે વિવેક અગ્નિહોત્રીએ હવે કિંગ ખાનની ફિલ્મો પર નિશાન સાધ્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં વિવેક અગ્નિહોત્રીએ શાહરૂખ ખાન પર આરોપ લગાવતા કહ્યું કે,શાહરૂખની સોશિયલ મીડિયા એજન્સીએ મારા પર હુમલો કર્યો છે. તેમની એજન્સી દ્વારા ટ્રોલ્સ અને બોટ્સ બનાવવામાં આવ્યા છે. 

શાહરૂખના પઠાણ અને જવાન વિશે વિવેક અગ્નિહોત્રી કહે છે કે, 'મેં હંમેશા કિંગખાનના વખાણ કર્યા મેં તેમની જે ફિલ્મો જોઈ છે તે મને બહુ સુપરફિસિયલ લાગી છે. આ ફિલ્મો મેકિંગનું સ્ટેન્ડર્ડ નથી. મને લાગે છે કે તે આનાથી વધુ સારું કરી શકે છે.

'ધ વેક્સીન વોર'ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ ચાર દિવસમાં માત્ર 6 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે. આ ફિલ્મ 'ફુકરે 3' અને 'ચદ્રમુખી 2' સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આવી સ્થિતિમાં બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો સાથે ક્લેશ થવાને કારણે 'ધ વેક્સીન વોર' કંઈ ખાસ કરી શકી નથી.


Google NewsGoogle News