3 Idiots પસંદ આવી હોય તો 'ડંકી' તેના કરતા 100 ગણી સારી: મુકેશ છાબરા

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
3 Idiots પસંદ આવી હોય તો 'ડંકી' તેના કરતા 100 ગણી સારી: મુકેશ છાબરા 1 - image

નવી મુંબઇ,તા. 23 નવેમ્બર 2023, ગુરુવાર

સુપરસ્ટાર શાહરૂખ ખાન અને વિકી કૌશલની રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ડંકી' રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. આ ફિલ્મનું તાજેતરમાં 'ડંકી'નું એક નવું ગીત 'લુટ પુટ ગયા'  રિલીઝ થયુ હતુ.ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ દરમિયાન કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ આ ફિલ્મને લઇને પોતાનું નિવેદન આપ્યુ છે. 

રાજકુમાર હિરાણી ટૂંક સમયમાં જ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત સ્ટાર શાહરૂખ ખાન અને તાપસી પન્નુની નવી જોડી લઇને આવી રહ્યાં છે. આ ફિલ્મ રિલીઝ પહેલા ઘણી ચર્ચામાં છે. હાલમાં જ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. 

મુકેશ છાબરાએ કહ્યું કે, રાજકુમાર હિરાનીની આ ફિલ્મને લોકો વર્ષો સુધી યાદ કરશે. જો તમને આમિર ખાનની '3 ઈડિયટ્સ' પસંદ આવી હોય તો 'ડંકી' તેના કરતા 100 ગણી સારી છે. જ્યારે પણ મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે હું રડ્યો છું. આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે, શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખશે. આ ફિલ્મના દરેક સીનને તમે દિલથી ફિલ કરી શકશો. 

રાજકુમાર હિરાણી એ બોલિવૂડ દિગ્દર્શકોમાંથી એક છે, જેમની ફિલ્મો રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી લે છે. આમિર ખાન, સંજય દત્ત અને રણબીર કપૂર બાદ હવે રાજકુમાર હિરાણી શાહરૂખ ખાન સાથે ડંકીમાં કામ કરવા જઈ રહ્યા છે. 'ડંકી' રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાનની ડેબ્યૂ ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની જેવા સ્ટાર્સ જોવા મળશે.


Google NewsGoogle News