આલિયા રણબીરની લવ એન્ડ વોરમાં શાહરૂખનો કેમિયો
- શાહરુખ જાન્યુઆરીમાં શૂટિંગ કરશે
- શાહરુખ અને સંજય લીલા ભણશાળી વચ્ચે આ રોલ માટે મીટિંગ થઈ
મુંબઇ : સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'નું શૂટિંગ ચાલી રહ્યું છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ હાલ આ શૂટિંગમાં વ્યસ્ત છે. તેવામાં આ ફિલ્મ વિશે અપડેટ છે કે, શાહરૂખ ખાન આ ફિલ્મમાં એક વિશેષ ભૂમિકામાં જોવા મળશે.
હાલમાં જ શાહરૂખે આ બાબતે નિર્માતા સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી.
શાહરુખના કેમિયો વિશે વધારે વિગતો અપાઈ નથી. પરંતુ, તેનો રોલ લખાઈ ચૂક્યો છે. શાહરુખ અને સંજય લીલા ભણશાળી વચ્ચેની મીટિંગમાં આ રોલને આખરી ટચ આપવા બાબતે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.
શાહરુખ પોતાના રોલને યાદગાર બનાવવા માગે છે. આથી, તે ડાયલોગ, કોશ્ચ્યુમ સહિતની બાબતો પર જાતે ધ્યાન આપી રહ્યો છે.
આ અગાઉ શાહરુખ સંજય લીલા ભણશાળીની 'દેવદાસ'માં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યો છે.