શાહરુખની બાજીગરની 31 વર્ષ પછી સીકવલ બનશે
મુંબઇ : શાહરૂખ ખાન, કાજોલ અને શિલ્પા શેટ્ટી અભિનીત ફિલ્મ 'બાજીગર' ના બીજા ભાગની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. મૂળ ફિલ્મ ૩૧ વર્ષ પહેલાં રજૂ થઈ હતી અને આ ફિલ્મ બાદ શાહરુખ ખાન રાતોરાત સ્ટાર તરીકે છવાઈ ગયો હતો. ફિલ્મનું સંગીત પણ લોકપ્રિય થયું હતું.
નિર્માતા રતન જૈને આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે અમે બાજીગર ટૂ નો વિચાર કરી રહ્યા છીએ.
આ સીકવલ ભવિષ્યમાં ચોક્કસ બનશે. ટીમ પાસે ફોલો-અપ માટે ઘણા સારા રોમાંચક વિચારો છે. હાલ તો આ યોજના પ્રારંભિક સ્ટેજમાં હોવાથી સત્તાવાર ઘોષણા કરી શકાય એમ નથી. હજુ અમે સ્ક્રિપ્ટ ફાઈનલ કરી રહ્યા છીએ.
ફિલ્મમાં શાહરુખ ખાન જ ફરી મુખ્ય ભૂમિકા ભજવશે. જોકે, કાસ્ટમાં અનેક નવા કલાકારો સામેલ થઈ શકે છે.