શાહરુખ ખાનની 'સ્વદેશ'ની કો-સ્ટાર ગાયત્રી જોશીની કારને નડ્યો અકસ્માત, બેના મોત, દુર્ઘટનાનો વીડિયો વાયરલ

ગાયત્રી જોશીએ ફિલ્મ સ્વદેશથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યો હતો

ગાયત્રી તેના પતિ વિવેક ઓબેરોય સાથે ઇટાલીમાં વેકેશન પર ગઈ હતી

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News


શાહરુખ ખાનની 'સ્વદેશ'ની કો-સ્ટાર ગાયત્રી જોશીની કારને નડ્યો અકસ્માત, બેના મોત, દુર્ઘટનાનો વીડિયો વાયરલ 1 - image

Gayatri Joshi Accident : બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન સાથે ફિલ્મ સ્વદેશથી બોલીવૂડમાં ડેબ્યૂ કરનાર ગાયત્રી જોશી હાલ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય નથી. ગાયત્રી તેના પતિ વિવેક ઓબેરોય સાથે ઇટાલીમાં વેકેશન પર ગઈ હતી. આ દરમિયાન તેની કાર(Shah Rukh Khan Co-Star Gayatri Joshi Accident)નો અકસ્માત થયો હતો. જે સમયે અકસ્માત થયો તે સમયે તેનો પતિ પણ તેની સાથે હતો. આ અકસ્માતનો વીડિયો સોશ્યલ મીડિયા અપર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ અકસ્માતમાં ગાયત્રી અને વિકાસ તો ઠીક છે પરંતુ બીજી કારમાં હાજર સ્વિસ કપલનું મોત થયું હતું.

મિની ટ્રકને ઓવરટેક કરતા બની દુર્ઘટના 

મળેલા અહેવાલો મુજબ ગાયત્રીની કારનો અકસ્માત ઇટાલીના સાર્ડિનિયાના એક વિસ્તારમાં થયો હતો. આ દુર્ઘટના ત્યારે બની જયારે બંને કાર એક મિની ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી હતી. ઓવરટેક કરતા સમયે બંને કારની ટક્કર થઇ હતી. મિની ટ્રક રોડ પર પલટી ગઈ અને બીજી કારમાં આગ લાગી ગઈ ગઈ જેમાં સવાર કપલના મોત થયા હતા. મૃતકોની ઓળખ મેલિસા ક્રોટલી અને માર્કસ ક્રોટલી તરીકે કરવામાં આવી છે.

ગાયત્રી અને વિકાસ ઠીક છે

ગાયત્રીએ એક ન્યુઝ વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'અમારી કારનો ઇટાલીમાં અકસ્માત થયો છે. ભગવાનની કૃપાથી હું અને વિકાસ બિલકુલ ઠીક છીએ.' વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક કાર તે મિની ટ્રકને ઓવરટેક કરી રહી છે. ત્યારે જ કાર અને ટ્રક વચ્ચે ટક્કર થાય છે. જે બાદ કાર અને ટ્રક બંને પલટી ગયા હતા.

  શાહરુખ ખાનની 'સ્વદેશ'ની કો-સ્ટાર ગાયત્રી જોશીની કારને નડ્યો અકસ્માત, બેના મોત, દુર્ઘટનાનો વીડિયો વાયરલ 2 - image


Google NewsGoogle News