શાહરૂખ ખાન સ્ટારર 'Jawan' હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
શાહરૂખ ખાન સ્ટારર 'Jawan' હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની 1 - image

Image Source: Twitter

- 'જવાન' એ રિલીઝના 34માં દિવસે 1 કરોડની કમાણી કરી

મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2023, બુધવાર

શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ જવાન ગત મહિને થિયેટરમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થયા બાદથી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ વચ્ચે ફૂકરે 3, ધ વેક્સિન વોર અને મિશન રાનીગંજ જેવી અનેક ફિલ્મો રિલીઝ થઈ પરંતુ બોક્સ ઓફિસ પર જવાનને કોઈ ટક્કર ન આપી શકી. આ ફિલ્મ સતત કમાણીના નવા રેકોર્ડ તોડી રહી છે.

'જવાન' એ રિલીઝના 34માં દિવસે કેટલા કરોડનું કર્યું કલેક્શન

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયા બાદથી રેકોર્ડ તોડ બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે દેશ-વિદેશમાં ધૂમ મચાવી છે. ફિલ્મે જવાન એ ડોમેસ્ટીક બોક્સ ઓફિસમાં 620 કરોડથી વધુનું કલેક્શન કરીને ઈતિહાસ રચી દીધો છે તો બીજી તરફ ગ્લોબલી પણ આ ફિલ્મે 100 કરોડથી વધુ કમાણી કરનારી પ્રથમ ઈન્ડિયન ફિલ્મ હોવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ફિલ્મ હવે રિલીઝના 5માં અઠવાડિયામાં છે અને હજુ પણ તે 1 કરોડથી વધુની જ કમાણી કરી રહી છે. પાંચમા સોમવારે ફિલ્મે 1.05 કરોડનું કલેક્શન કર્યું હતું. હવે ફિલ્મની રિલીઝના 34માં દિવસના શરૂઆતી કમાણીના આંકડા આવી ગયા છે.

- સૈકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ પ્રમાણે 'જવાન' એ રિલીઝના 34માં દિવસે 1 કરોડની કમાણી કરી છે.

- આ સાથે જ 34 દિવસની કુલ કમાણી હવે 626.03 કરોડ થઈ ગઈ છે. 

શું 'જવાન' બ્લોકબસ્ટર 'પઠાણ'થી 100 કરોડની વધુ કમાણી કરી શકશે

જવાન 600 કરોડનો આંકડો પાર કરનાર એકમાત્ર હિન્દી ફિલ્મ છે જેણે પોતાને ઈતિહાસમાં ટોપ બોલીવુડ ફિલ્મના રૂપમાં સ્થાપિત કરી છે. હવે જોવાનું એ રહેશે છે કે તે પોતાના અને પઠાણ વચ્ચેના અંતરને 100 કરોડ રૂપિયા સુધી વધારી શકશે. આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી 'પઠાણ' ભારતમાં 543 કરોડ રૂપિયા સાથે અત્યાર સુધીની સૌથી મોટી હિન્દી, ફિલ્મ તરીકે ઉભરી હતી પરંતુ 'જવાન' તેનાથી આગળ નીકળી ગઈ છે.



Google NewsGoogle News