Get The App

'આર્યન ખાન અમને ધમકી આપતો...' અનન્યા પાંડેએ પોતાના બાળપણના કિસ્સાઓ રજૂ કર્યા

Updated: Oct 13th, 2024


Google News
Google News
Ananya Pandey


Aryan Khan Ananya Pandey Childhood Story: ચંકી પાંડેની દિકરી અને એક્ટ્રેસ અનન્યા પાંડેએ તાજેતરમાં પોતાનો એક ભૂતકાળનો કિસ્સો યાદ કરતાં કહ્યું છે કે, તે અને શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બાળપણમાં ખૂબ ઝઘડતા હતા. અને તેમાં આર્યન ખાને ઘણીવખત તેને વિવિધ પ્રકારની ધમકીઓ પણ આપી હતી, જેમાંની એક ધમકી તેનો વીડિયો લીક કરવાની પણ હતી.

યુટ્યુબર અને એક્ટર તનમય ભટ્ટ સાથે પોતાના બાળપણના કિસ્સાઓ રજૂ કરતાં અનન્યાએ જણાવ્યું હતુ કે, બાળપણથી હું, આર્યન ખાન અને સુહાના ખાન ખૂબ સારા મિત્રો છીએ. અમે બાળપણમાં ખૂબ લડતાં-મસ્તી કરતાં હતા. મને અને સુહાનાને વીડિયો રેકોર્ડ કરવાનો શોખ હતો. હું દિવસભર શું કરૂ છુ, શું જમુ છું, તેના વીડિયો રેકોર્ડ કરતી હતી. પરંતુ ક્યારેય પોસ્ટ નહોતી કરતા. હું, સુહાના ખાન અને શનાયા કપૂર અવારનવાર અમારા રૂટિનના વીડિયો રેકોર્ડ કરતાં હતાં. તો આર્યન અમને ધમકી આપતો હતો કે, જો અમે તેનું કામ નહીં કરીએ તો તે અમારા વીડિયો લીક કરી દેશે. 

આ પણ વાંચોઃ 13 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરીને પસ્તાઈ જાણીતી અભિનેત્રી, કહ્યું- રોજ રાતે રડતી હતી

સુહાનાનો ફોન નંબર લીક કર્યો

અનન્યાએ અન્ય એક કિસ્સો જણાવ્યો હતો કે, બાળપણમાં અમે ખૂબ મસ્તી કરતાં હતાં. આ મારી રેન્ડમ ટ્રોમા સ્ટોરી છે. એક વખત ભૂલથી મારાથી સુહાનાનો ફોન નંબર લીક થઈ ગયો હતો. તે સુહાનાને ફેસટાઈમ કરી રહી હતી. પરંતુ એક્ટ્રેસે ફોન ન ઉઠાવતાં અનન્યાએ ફેસટાઈમનો સ્ક્રિનશોટ પાડી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધો હતો. જેમાં તે સુહાનાનો ફોન નંબર બ્લર કરવાનુ ભૂલી ગઈ હતી. અને તેનો નંબર લીક થઈ ગયો હતો. ત્યારે સુહાનાએ મને જણાવ્યું હતું કે, તેનો ફોન કોઈએ હેક કરી લીધો છે.

અનન્યાની હાલમાં જ સીટીઆરએલ રિલિઝ થઈ હતી. અગાઉ 'કોલ મી બે' વેબ સિરિઝમાં જોવા મળી હતી. બંને સિરિઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.

'આર્યન ખાન અમને ધમકી આપતો...' અનન્યા પાંડેએ પોતાના બાળપણના કિસ્સાઓ રજૂ કર્યા 2 - image

Tags :
Ananya-PandeyAryan-Khan

Google News
Google News