મુંબઈમાં શાહરૂખનો અન્ય ફલેટ રિડેવલપમેન્ટમાં જશે
- મન્નત બંગલા સિવાય પણ બાંદરામાં ફલેટ
- શાહરૂખ અનેક વર્ષો સુધી આ ફલેટનો ઉપયોગ ઓફિસ તરીકે કરતો હતો
મુંબઇ : શાહરુખ ખાન મુંબઈના બાંદરામાં સમુદ્ર કિનારે જ મન્નત નામનો ભવ્ય બંગલો ધરાવે છે તે જાણીતું છે. જોકે, શાહરુખનો તે સિવાય નજીકમાં જ કાર્ટર રોડ પર પણ એક ફલેટ છે. આ ફલેટ હવે રિડેવલમેન્ટમાં જવાનિો છે.
કાર્ટર રોડ પર શ્રી અમૃત સોસાયટી બિલ્ડિંગમાં શાહરુખનો ટેરેસ ફલેટ છે. અનેક વર્ષો સુધી શાહરુખ આ ફલેટનો ઉપયોગ ઓફિસ તરીકે કરતો હતો.
શાહરુખે લગ્ન પછી તરત આ ફલેટ ખરીદ્યો હતો. આથી, તેની ભાવનાઓ આ ફલેટ સાથે જોડાયેલી છે.
આ ફ્લેટમાં તે રહેતો ન હોવા છતાં તેણે તે વેલ મેઇનટેન્ડ રાખ્યો છે અને તેને ભાડા પર પણ આપ્યો નથી.
કાર્ટર રોડ પરના બિલ્ડિંગની જગ્યાનો ભાવ એક લાખ રૂપિયા ચોરસ ફૂટ આસપાસ ગણાય છે. શાહરુખને રિડેવલપમેન્ટમાં હાલની સાઈઝ કરતાં બમણી સાઈઝનો ફલેટ મળી શકે છે.