બર્થડે પર પઠાણ-જવાનના સોન્ગ પર ખૂબ નાચ્યો શાહરૂખ ખાન, ડાન્સનો વીડિયો કર્યો વાયરલ

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
બર્થડે પર પઠાણ-જવાનના સોન્ગ પર ખૂબ નાચ્યો શાહરૂખ ખાન, ડાન્સનો વીડિયો કર્યો વાયરલ 1 - image


                                                              Image Source: Instagram

મુંબઈ, તા. 03 નવેમ્બર 2023 શુક્રવાર

બોલીવુડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શાહરૂખ ખાને ગત 2 નવેમ્બરે પોતાનો 58 જન્મદિવસ મનાવ્યો છે. આ ખાસ અવસરે શાહરૂખ ખાનના ચાહકોએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના મનપસંદ એક્ટરને શુભકામનાઓ આપી. શાહરૂખ ખાનના તમામ ચાહકો તેમના ઘરે મન્નતની બહાર પહોંચ્યા અને બર્થ ડે વિશ કર્યુ. શાહરૂખ ખાને પણ ચાહકોને નિરાશ કર્યા નથી અને હંમેશાની જેમ ઘરની બાલકનીમાં આવીને ચાહકોનું અભિવાદન કર્યુ અને તેમનો આભાર માન્યો. આ સાથે જ શાહરૂખ ખાને પોતાના જન્મદિવસના અવસરે એક કાર્યક્રમનું આયોજન કર્યુ અને આ દરમિયાન તેમણે પોતાની ગીત પર ખૂબ ડાન્સ કર્યો. શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર તેનો વીડિયો શેર કર્યો જે ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

શાહરૂખ ખાને શેર કર્યો વીડિયો

એક્ટર શાહરૂખ ખાને પોતાના 58માં જન્મદિવસના અવસરે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યુ અને ખૂબ ડાન્સ કર્યો છે. શાહરૂખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાહરૂખ ખાન વર્ષ 2023ની પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણ અને જવાનના ગીત પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. શાહરૂખ ખાન ફિલ્મ પઠાણનું ગીત ઝૂમે જો પઠાણ અને ફિલ્મ જવાનના રમૈયા વસ્તાવૈયા પર ખૂબ નાચ્યા. શાહરૂખ ખાનનો વીડિયો વાયરલ થતા જ ચાહકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ. 

શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ

શાહરૂખ ખાને પોતાના જન્મદિવસના અવસરે પોતાની અપકમિંગ ફિલ્મ ડંકીનું ટીઝર શેર કર્યુ છે. ફિલ્મ ડંકીના ટીઝરને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનનારી શાહરૂખ ખાનની ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની વર્ષ 2023માં બે ફિલ્મો પઠાણ અને જવાન રિલીઝ થઈ છે. શાહરૂખ ખાનની આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર જોરદાર હિટ રહી છે. ચાહકો હવે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


Google NewsGoogle News