હું અડધો અનાથ છું: શાહરૂખ ખાનનું છલકાયું દર્દ, ખુદને ગણાવ્યો આઉટસાઈડર
Shahrukh Khan : શાહરૂખ ખાને ખૂબ જ સંઘર્ષ કરીને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી છાપી ઊભી કરી અને આજે આ સુપરસ્ટારના દેશ-દુનિયાભરમાં કરોડો ફેન્સ છે. જ્યારે શાહરૂખ ખાને તાજેતરમાં પોતાને અડધો અનાથ અને આઉટસાઈડર ગણાવીને બધાને ચોંકાવી નાખ્યાં હતા. તો ચાલો જાણીએ શાહરૂખે આવું કેમ કહ્યું?
તમને જણાવી દઈએ કે, વોલ્ટ ડિઝની સ્ટુડિયો ઈન્ડિયા દ્વારા શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં શાહરૂખે 'મુફાસાઃ ધ લાયન કિંગ' વિશે પણ વાત કરી હતી. જેમાં શાહરૂખે મુફાસાને પોતાનો અવાજ આપ્યો હતો. આ દરમિયાન એક્ટરે કહ્યું કે, એમની પોતાના અસલી સ્ટોરી પણ મુફાસાને મળતી આવી છે. જેમાં તેમને પોતાને અડધો અનાથ અને ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર ગણાવ્યો હતો.
આ પણ વાંચો: પુષ્પા 2ની ધમાકેદાર ઓપનિંગ, અલ્લુ અર્જુને તોડ્યો બોલિવૂડ કિંગ શાહરુખનો રેકોર્ડ
'હું અડધો અનાથ છું'
જેમાં શાહરૂખે કહ્યું કે, 'જો હું વિનમ્ર ન હોત અને કહું કે, 'હા મારી પણ સ્ટોરી આવી જ છે' તો આમાં ફિટ બેસે છે. ટેક્નિકલી સ્પીકિંગ જેના પેરેન્ટ હોતા નથી તેઓ અનાથ હોય છે. મે મારા માતા-પિતાને લગભગ યુવાવસ્થામાં જ ખોઈ દીધા હતા, એટલા માટે હું અડધો અનાથ છું.' તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન જ્યારે 15 વર્ષના હતા ત્યારે તેમના પિતા મીર તાજ મોહમ્મદનું નિધન થયું હતું. જ્યારે તેમના પિતાના મૃત્યુના 10 વર્ષ બાદ તેમની માતા લતીફ ફાતિમા ખાનનું પણ નિધન થયું હતું.
હું એક આઉટસાઈડર છું
શાહરૂખે આગળ કહ્યું કે, 'આ એક આઉટસાઈડરની સ્ટોરી છે. મારો કોઈપણ પરિવાર ફિલ્મ મેકિંગના ધંધામાં રહ્યો નથી. હું દિલ્હીથી મુંબઈ ગયો, એટલા માટે હું એક આઉટસાઈડર છું. આ કિંગની સ્ટોરી છે તો હા હું એક રાજા છું. આઉટસાઈડર થવું ઘણું ડરામણું છે.'
શાહરૂખ ખાને મુફાસા વિશે પણ વાત કરતાં કહ્યું કે, ' મને લાગે છે કે આ ત્યાગ, દોસ્તી અને વફાદારીની ઘણી રસપ્રદ સ્ટોરી છે. જ્યારે હું ડબિંગ કરી રહ્યો હતો તો ત્યારે ઘણી બધી ભાવના વિશે પણ મે વિચાર્યું કે... કેટલો સારો વ્યક્તિ છે? કેવું સરસ પાત્ર છે? કેટલો સારો હ્યુમન બિઈંગ છે?'