શાહરુખ ખાને છોડ્યું સ્મોકિંગ: એક સમયે દિવસની 100 સિગારેટ પીવાની હતી ટેવ, જુઓ શું કહ્યું
Shah Rukh Khan: શાહરૂખ ખાને તેના જન્મદિવસના અવસર પર તેના ચાહકોને એક ખૂબ જ સારા સમાચાર આપ્યા છે અને કહ્યું છે કે હવે મેં સિગારેટ પીવાનું બંધ કરી દીધું છે. તેણે 2 નવેમ્બરે તેના જન્મદિવસના અવસર પર ફેન્સ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. તેની વાત સાંભળીને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા.
શ્વાસ લેવામાં તકલીફ થવાથી લીધો નિર્ણય
ફેન્સ સાથે વાતચીત કરતી વખતે શાહરૂખ ખાને જણાવ્યું કે મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, જેના કારણે મેં ધૂમ્રપાન છોડવાનો નિર્ણય કર્યો, જોકે હજુ પણ મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. જો કે, તેણે ફેન્સની સામે આશા વ્યક્ત કરી છે કે હું આ સમસ્યામાંથી પણ બહાર આવી જઈશ.
શાહરૂખ ખાને આ ખરાબ આદત છોડી દીધી
શાહરૂખ ખાને કહ્યું કે હું હજુ પણ આ બદલાવ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું અને કહ્યું, 'ઇન્શાઅલ્લાહ, બધું સારું થઈ જશે'. અગાઉ 2011માં એક ઈન્ટરવ્યુમાં શાહરૂખે પોતાની લાઈફસ્ટાઈલ વિશે જણાવ્યું હતું કે મને ધૂમ્રપાનની આદત છે અને હું દિવસમાં લગભગ 100 સિગારેટ પીતો હતો, જેના કારણે જમવાનું પણ ભૂલી જતો હતો, પાણી પણ પીતો નહોતો અને 30 કપ બ્લેક કોફી પીતો હતો.
સોશિયલ મીડિયા પર ફેન્સને પાઠવ્યા અભિનંદન
શાહરૂખે પોતાન સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 'મારા જન્મદિવસ પર આવવા અને મારી સાંજને ખાસ બનાવવા બદલ આપ સૌનો આભાર. હું મારા જન્મદિવસ પર આવનાર દરેકને અને જેઓ આવી શક્યા નથી તેમને મારો પ્રેમ મોકલી રહ્યો છું.'
ફિલ્મ કિંગમાં જોવા મળશે શાહરૂખ ખાન
શાહરૂખ ખાન ફિલ્મ 'કિંગ' માટે હાલ તૈયાર છે, જેનું નિર્દેશન સુજોય ઘોષ કરશે. આ ફિલ્મમાં તે ડોનની ભૂમિકા ભજવશે. તેમજ તેની આ ફિલ્મમાં સુહાના ખાન પણ છે, જ્યારે અભિષેક બચ્ચન વિલનની ભૂમિકામાં છે. ફિલ્મમાં શાહરૂખ સાથે સુહાનાને જોવી એ દર્શકો માટે એક અલગ જ અનુભવ હશે.