શાહરૂખ ખાને અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટીમાં રામ ચરણને ઈડલી વડાં કહીને સંબોધતાં વિવાદ, મેકઅપ આર્ટિસ્ટનો વિરોધ

સાઉથના સ્ટાર રામ ચરણ પણ અનંત અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટીમાં પહોંચ્યા હતા

શાહરૂખ ખાને કંઈક એવું કહ્યું છે જેના કારણે હાલમાં ભારે હોબાળો મચી ગયો છે

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
શાહરૂખ ખાને અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટીમાં રામ ચરણને ઈડલી વડાં કહીને સંબોધતાં વિવાદ, મેકઅપ આર્ટિસ્ટનો વિરોધ 1 - image


Shahrukh Khan Called Ram Charan Idli:  અનંત અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટીમાં બોલિવૂડની સાથે સાઉથના ઘણા કલાકારો પણ હાજર રહ્યા હતા. જેમાં સુપરસ્ટાર રજનીકાંતની સાથે RRR સ્ટાર રામ ચરણ પણ પત્ની સાથે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં ઘણા સ્ટાર્સે સ્ટેજ પર રંગ જમાવ્યો હતો. અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગમાં ત્રણેય ખાને સ્ટેજ પર હંગામો મચાવ્યો હતો અને ઘણા ગીતો પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન સલમાન, શાહરૂખ અને આમિરે 'RRR'ના હિટ ટ્રેક 'નાટુ નાટુ' પર ડાન્સ કરતા સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. આ દરમિયાન તેઓએ આ ગીતના મુખ્ય હીરો રામ ચરણને પણ સ્ટેજ પર ડાન્સ કરવા માટે બોલાવ્યા હતા. જો કે, કિંગ ખાને જે રીતે રામ ચરણને સ્ટેજ પર આમંત્રિત કર્યા, તે ચાહકોને પસંદ ન આવ્યું અને હવે લોકો આ બાબતે શાહરૂખને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

કિંગ ખાને રામ ચરણને ઈડલી વડાં કહ્યા હતા

વાસ્તવમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પહેલા સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન ત્રણેયએ 'RRR'ના હિટ ટ્રેક 'નાટુ નાટુ' પર ડાન્સ કર્યો હતો અને આ દરમિયાન કિંગ ખાને તેના મુખ્ય હીરો રામ ચરણને સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપ્યું હતું, રામ ચરણને બોલાવતી વખતે કિંગ ખાને તેને ઈડલી વડાં કહીને બોલાવ્યા હતા. જેથી હવે રામના ચાહકો અને દક્ષિણ ભારતના લોકોને આ વાતનું ખરાબ લાગ્યું છે.

શાહરૂખ ખાને અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટીમાં રામ ચરણને ઈડલી વડાં કહીને સંબોધતાં વિવાદ, મેકઅપ આર્ટિસ્ટનો વિરોધ 2 - image

ઝેબા હસન કહ્યું કે આ બાબત ખૂબ જ અપમાનજનક છે 

શાહરૂખે મજાકમાં માઈક પર કહ્યું, 'નરકુંડા નારચપ્પા ઈન્દવંદિની ભેંડ ઈડલી રામ ચરણ કમ હિયર' કહીને સ્ટેજ પર બોલાવ્યા હતા. જ્યારે કિંગ ખાને લગભગ 2 થી 3 વાર આવું કહ્યું ત્યારે રામ ચરણ પણ સ્ટેજ પર આવી ગયા. રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસન શાહરૂખ ખાનના આ નિવેદનથી ખૂબ જ દુખી છે અને તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે, 'બેન્ડ ઈડલી વડા રામ ચરણ, તમે ક્યાં છો? રામ ચરણ જેવા સ્ટાર પ્રત્યે આટલી અપમાનજનક વાત.' ત્યારથી, ચાહકો કિંગ ખાનને તેના વર્તન માટે સતત ટ્રોલ કરી રહ્યા છે.


Google NewsGoogle News