શિવાની દાંડેકર સગર્ભા હોવાની વાતનું શબાના આઝમીએ ખંડન કર્યું
- જોકે આ મામલે ફરહાન અખ્તર અને શિવાનીએ કોઇ ટીપ્પણી કરી નથી
મુંબઇ : ફરહાન અખ્તરની બીજી પત્ની શિવાની દાંડેકર સગર્ભા હોવાની હાલ અફવા ચગી હતી. જોકે ફરહાન અખ્તરની સાવકી માતા અને અભિનેત્રી શબાના આઝમીએ આ અફવાનું ખંડન કર્યુ હતું. તેણે એક મીડિયાકર્મી સાથે એક વાતચીત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે શિવાની દાંડેકર સગર્ભા હોવાની વાત પાયાવિહોણી છે. જોકે યુગલે આ મામલે એક પણ હરફ ઉચાર્યો નથી.
શબાનાએ અફવાને લઇને જણાવ્યું હતું કે, ના, આ વાત સાચી નથી. આ સ્પષ્ટીકરણ ફરહાન અખ્તરના ૯ જાન્યુઆરીના રોજ ૫૧મા જન્મદિવસની ઊજવણી દરમિયાન આવ્યું છે.
ફરહાન અને શિવાનીએ ૨૦૨૨માં લગ્ન કર્યા હતા, હવે ત્રણ વરસ પછી શિવાની માતા બનવાની છે તેવી અફવા છે. બન્ને જણાએ પોતાના સ્વભાવ અનુસાર, પોતાની અંગત વાતોને ખાનગી રાખવાનું વલણ છે તે જ આ બાબતે પણ અપનાવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા પર ફક્ત પોતાની જીવનની ઝલકો જ શેર કરતા હોય છે.