Get The App

ટ્રમ્પની કાર્યવાહી પર ધ્રુસકે ધ્રુસકે રડી સેલેના ગોમેઝ, કહ્યું- મારા લોકો પર હુમલો છતાં હું કશું નથી કરી શકતી

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News

ટ્રમ્પની કાર્યવાહી પર ધ્રુસકે ધ્રુસકે રડી સેલેના ગોમેઝ, કહ્યું- મારા લોકો પર હુમલો છતાં હું કશું નથી કરી શકતી 1 - imageSelena Gomez : અમેરિકાની મશહૂર સિંગર સેલેના ગોમેઝે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેને બાદમાં તેણે ડીલીટ કરી નાખ્યો હતો. આ વીડિયોમાં ગોમેઝે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસી પર પોતાની ચિંતા અને દુખ વ્યક્ત કર્યું હતું. 

મારા લોકો, બાળકો બધા જ પર હુમલો થઇ રહ્યો છે

સેલેના ગોમેઝે આ વીડિયોમાં કહ્યું હતું કે, 'મારા લોકો, બાળકો બધા જ પર હુમલો થઇ રહ્યો છે. હું આને સમજી નથી શક્તિ. મને ખૂબ જ દુઃખ થઇ રહ્યું છે. હું કંઇક કરવા માંગું છું, પરંતુ કંઈ કરી શકતી નથી. હું મારા તરફથી પૂરી કોશિશ કરીશ, આ મારું વચન છે.' આ વીડિયોની ઉપર કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, 'મને માફ કરજો.' આ સાથે તેણે મેક્સિકોના ઝંડાનો ઈમોજી પણ શેર કર્યો હતો.      

ટ્રોલ થયા સેલેનાએ કર્યો વીડિયો ડીલીટ  

આ વીડિયો શેર કર્યા બાદ સેલેના સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ હતી. જેથી કરીને તેણે આ વીડિયો ડીલીટ કરી દીધો હતો. ત્યારબાદ ફરીથી તેણે એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, 'મને લાગે છે કે લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી પણ ઠીક નથી.' સેલેનાએ શેર કરેલો આ વીડિયો ICE (ઈમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની એક દિવસ પછીનો હતો. જેમાં 956 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી કરવામાં આવી હતી.    

આ પણ વાંચો : રશ્મિકાને ત્રણ-ત્રણ ફ્રેક્ચર, જાતે ઊભી રહી શકતી નથી

અગાઉ પણ ઈમિગ્રેશન રાઈટ્સ પર અવાજ ઉઠાવી ચૂકી છે સેલેના 

ઈમિગ્રેશન રાઈટ્સને લઈને સેલેના પોતાનો અવાજ ઉઠાવતી રહેતી હોય છે. વર્ષ 2019માં તેણે નેટફ્લીક્સ પર 'લિવિંગ અનડોક્યુમેન્ટેડ' નામની ડોકયુમેન્ટરી બનાવી હતી. જેમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોના પરિવારોનો સંઘર્ષ દેખાડવામાં આવ્યો હતો. આ સિવાય થોડા દિવસો પહેલા તેણે પોતાના પરિવાર સાથે તે કઈ રીતે અમેરિકા આવી હતી તેની ચર્ચા ટાઈમ મેગેઝીન સાથે કરી હતી. જેમાં તેણે અમેરિકામાં આવ્યા બાદ તેના પરિવારને કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું તેના વિશે જણાવ્યું હતું.ટ્રમ્પની કાર્યવાહી પર ધ્રુસકે ધ્રુસકે રડી સેલેના ગોમેઝ, કહ્યું- મારા લોકો પર હુમલો છતાં હું કશું નથી કરી શકતી 2 - image



Google NewsGoogle News