સેલીના ગોમેઝ ફરી પ્રેમમાં પડી, ડૂ ટૈગગાર્ટ સાથે ડેટિંગ કન્ફમ
- બંનેની ડેટિંગની તસવીરો વાયરલ થઈ
- બંને ટીનેજરની જેમ એકમેકમાં ઓતપ્રોત દેખાયાં, પ્રેમ છૂપાવવાનો કોઈ પ્રયાસ નહીં
મુંબઇ : હોલીવૂડમાં એક નવું પ્રેમી યુગલ ચર્ચામાં છે. અમેરિકન -અભિનેત્રી-સિંગર સેલિના ગોમેઝ ચેઇનસ્મોકર્સથી જાણીતા બનેલા ડ્ ટૈગગાર્ટ સાથે રિલેશનમાં હોવાનું કન્ફર્મ થયું છે.
હજુ થોડા સમય પહેલાં એવા સમચારા આવ્યા હતા કે સેલિના બ્રાડ પ્લીટઝ સાથે ડેટિંગ કરી રહી છે પણ હવે તેનૂ ડ્રૂ સાથેની તસવરો વાયરલ થઈ રહી છે.
તેઓ ન્યૂયોર્કમાં એક બોલીંગ ગેમમાં સાથે જોવા મળ્યાં હતાં. બંને ટીનેજરની જેમ એકબીજામાં ઓતપ્રોત દેખાતાં હતાં. તેમણે ત્યાં કેટલાક યુવા ફેન્સનું સાથે અભિવાદન ઝીલ્યું હતું અને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. બંનેએ પોતાની આત્મીયતા છૂપાવવા કોઈ પ્રયાસ કર્યા ન હતા.
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડઝમાં સેલિના થોડી સ્થૂળ દેખાતી હોવાથી ભારે ટ્રોલ થઈ હતી. જોકે, તેણે બાદમાં પોતાનું વજન વધી ગયાનું સ્વીકાર્યું પણ હતું.