અબજપતિ સિંગર સેલેના ગોમેઝે સગાઈ કરી, ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી, જાણો કોણ છે મંગેતર?
Selena Gomez-Benny Blanco Engagement: હોલિવૂડ સિંગર સેલેના ગોમેઝ અને બેની બ્લેન્કોએ આખરે તેમના સંબંધોને સત્તાવાર જાહેર કરી દીધા છે. બંનેએ એકબીજા સાથે સગાઈ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતા સિંગરે કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તે ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. સેલેના અને બેની 2023 થી રિલેશનશિપમાં છે.
સેલેના ગોમેઝે કરી સગાઈ
32 વર્ષીય સેલેના ગોમેઝ અને 36 વર્ષીય બેની બ્લેન્કોના અફેરની ચર્ચા વર્ષ 2023માં થઈ હતી. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા અને એકબીજા પર પ્રેમ વરસાવતા ફોટા પણ શેર કરતા રહે છે. સેલેના અને બેની એક વર્ષથી ડેટિંગ કરી રહ્યાં છે. હવે તેઓએ 12 ડિસેમ્બર 2024ના રોજ તેમની સગાઈની જાહેરાત કરી છે. એવામાં સેલેનાએ ખાસ કેપ્શન સાથે તસવીરો શેર કરી છે અને લખ્યું, 'ફોરેવર બિગન્સ નાઉ.'
જાણો કોણ છે બેની બ્લેન્કો
બેની બ્લેન્કોનું પૂરું નામ બેન્જામિન જોસેફ લેવિન છે. તેનો જન્મ 8 માર્ચ, 1988ના રોજ યુએસમાં થયો હતો. તે અમેરિકન રેકોર્ડ પ્રોડ્યુસર, સોંગ રાઇટર અને ઓથર છે.
બેનીએ સેલિનાના પૂર્વ બોયફ્રેન્ડ જસ્ટિન બીબર સાથે પણ કામ કર્યું છે. બીબર ઉપરાંત, તેણે એડ શીરાન, હેલ્સી, કેટી પેરી, મરૂન 5, કેશા, બ્રિટની સ્પીયર્સ અને રીહાના જેવા કલાકારો માટે ઘણા ગીતો લખ્યા છે. જ્યારે બેની 6 વર્ષની હતી ત્યારે તેણે 'નાસ ધ વર્લ્ડ ઈઝ યોર્સ' અને 'ઓલ-4-વન' ગીતો રેકોર્ડ કર્યા હતા.