24 વર્ષના લગ્ન જીવનનો અંત, પરિવાર વિખૂટો પડ્યો, ખાન પરિવારની Ex વહુને પસ્તાવો?
Divorce of Seema Sajdeh after 24 years : સીમા સજદેહે વર્ષ 1988માં એક્ટર સોહેલ ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 24 વર્ષ પછી 2022માં બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા છે.
શું સીમાને અફસોસ છે?
સીમા સજદેહે હાલમાં જ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, સોહેલ ખાન સાથેના છૂટાછેડા પછી તે કેટલી ભાવનાત્મક રીતે તૂટી ગઈ હતી. તેના માટે આગળ વધવું અને બાળકોથી દૂર રહેવું કેટલું મુશ્કેલ હતું.
આગળ વધવા માટે આ પગલું જરુરી
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સીમાએ કહ્યું હતું કે, આગળ વધવા માટે એક પગલું પણ ભરવું એજ એક મોટું પગલું છે, કારણ કે તેમાં તમે એકલા જોડાયેલા નથી.
બાંદ્રાનું ઘર છોડીને મુંબઈ વર્લીમાં શિફ્ટ થઈ
સીમા અને સોહેલને બે પુત્રો છે. એક નિર્વાણ અને બીજો યોહાન. સીમાએ કહ્યું કે, સોહેલ ખાનથી અલગ થયા બાદ તે તેના નાના પુત્ર યોહાન સાથે બાંદ્રાનું ઘર છોડીને મુંબઈના વર્લીમાં શિફ્ટ થઈ ગઈ હતી. સીમાએ આ રીતે મૂવ ઓન થવું તેના અને બંને પુત્રો માટે પણ આ ખૂબ જ મુશ્કેલ હતું. અને છૂટાછેડા બાદ નાના ભાઈ યોહાન પર ખૂબ જ ખરાબ અસર પડી છે.
મારા બાળકો હંમેશા મારી પહેલી પ્રાયોરિટી
'ફેબ્યુલસ લાઈવ્સ વર્સિસ બોલિવૂડ વાઈવ્સ' માં સીમાના મોટા પુત્ર નિર્વાને કહ્યું કે, તેના માતા પિતાના છૂટાછેડાની તેના નાના ભાઈ યોહાન પર ખૂબ જ ખરાબ અસર પડી હતી.ઈન્ટરવ્યુમાં સીમાને પૂછવામાં આવ્યું કે, શું તે હવે તમારા નિર્ણયને લઈને ગિસ્ટી ફીલ થાય છે. ? તેના જવાબમાં સીમાએ કહ્યું હા, અલબત્ત... કોઈપણ માતા માટે તેના બાળકો સર્વોપરી હોય છે. મારા બાળકો હંમેશા મારી પ્રાયોરિટી રહ્યા છે.
છૂટાછેડા લેવા માટે કોઈ લગ્ન નથી કરતાં...
સીમાએ કહ્યું, કે હું બાળકો સાથે દરેક મુદ્દા પર વાત કરું છું અને તેમની સાથે ખૂબ જ ઈમાનદારી રહું છું.જ્યાં સુધી એક માતા તરીકે અપરાધની વાત છે, હા, માતાના મનમાં હંમેશા અપરાધભાવ હોય છે. હું મારા પરિવારને અલગ કરવા નથી માંગતી. છૂટાછેડા લેવા માટે કોઈ લગ્ન કરતું નથી. તમે પરિવાર સાથે રહેવા માંગો છો. પરંતુ જીવનમાં કેટલીક વસ્તુઓ બને છે. જેના કારણે મજબૂર થવુ પડે છે.