Get The App

નિર્માતાઓના ઝગડામાં અટકેલી સાવરકરની બાયોપિક માર્ચમાં આવશે

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
નિર્માતાઓના ઝગડામાં અટકેલી સાવરકરની બાયોપિક માર્ચમાં આવશે 1 - image


- રાઈટ્સની તકરારમાં એક વર્ષ મોડી પડી

- રણદીપ હુડાની દખલથી કંટાળી ડાયરેક્ટર મહેશ માંજરેકરે પણ ફિલ્મ છોડી દીધી હતી

મુંબઇ : રણદીપ હુડા અભિનિત ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' હવે આગામી માર્ચેમાં રીલીઝ કરાશે. રણદીપ જ આ ફિલ્મનો ડાયરેક્ટ ર તથા સહ નિર્માતા પણ છે. 

આ ફિલ્મ મૂળ તો ગયા વર્ષે મે માસમાં રીલીઝ થવાની હતી. પરંતુ, તેને એક પછી એક વિવાદોનું ગ્રહણ નડતું રહ્યું હતું. રણદીપ બહુ વધારે પડતી દખલ કરે છે તેવા આરોપો સાથે દિગ્દર્શક મહેશ માંજરેકરે ફિલ્મ છોડી દીધી હતી. તે પછી રણદીપે જાતે જ દિગ્દર્શનની જવાબદારી વહન કરી હતી. જોકે, રણદીપ તથા અન્ય નિર્માતાઓઆનંદ પંડિત તથા લિજન્ડ સ્ટુડિયોઝ વચ્ચે હક્કની બાબતે તકરાર થઈ હતી. રણદીપે સમગ્ર ફિલ્મનું ફૂટેજ પોતાના કબજામાં કરી લીધું હોવાનો પણ આક્ષેપ થયો હતો. આ તકરાર હાઈકોર્ટ સુધી પહોંચી હતી. આખરે ફિલ્મના નફાનો ૭૦ ટકા હિસ્સો રણદીપને મળે અને બાકીનો ૩૦ ટકા હિસ્સો અન્ય બે નિર્માતાને મળે તેવું સમાધાન થયું હતું. 

આ પહેલાં આ ફિલ્મ ગત ૨૬મી જાન્યુઆરીએ રીલીઝ થશે તેવી ચર્ચા હતી પરંતુ એ રીલીઝ પણ શક્ય બની ન હતી. હવે એક સત્તાવાર જાહેરાત અનુસાર ફિલ્મ આગામી તા. ૨૨મી માર્ચે રીલીઝ કરાશે. 

ફિલ્મનાં પ્રચારમાં  નેતાજી સુભાષચન્દ્ર બોઝને પણ સાવકરે પ્રેરણા આપી હોવાનો દાવો થયો હતો તે મુદ્દે પણ વિવાદ થયો હતો. નેતાજીના પરિવારજનોએ કહ્યું હતું  કે આ વાતને સાબિત કરતા કોઈ પુરાવા નથી. 


Google NewsGoogle News