અક્ષયની મૂળ તમિલ ફિલ્મની રિમેકનું સરફિરા
મુંબઇ : અક્ષય કુમારની મૂળ તમિલ ફિલ્મ 'સૂરારાઈ પોટ્ટરુ' પરથી બનેલી હિંદી રિમેકને 'સરફિરા' ટાઈટલ અપાયું છે. મૂળ ફિલ્મમાં તમિલ એક્ટર સૂર્યાની મુખ્ય ભૂમિકા હતી. હિંદી રિમેકમાં પણ તે એક કેમિયો કરશે. તમિલ ફિલ્મની જેમ હિંદીમાં પણ પરેશ રાવલની મહત્વની ભૂમિકા છે. ભારતમાં લો કોસ્ટ એરલાઈન્સના પ્રણેતા જી આર ગોપીનાથની બાયોપિક 'સૂરારાઈ પોટ્ટરુ'ને તમિલમાં ભારે પ્રશંસા મળી હતી.
આગામી જુલાઈમાં રજૂ થનારી હિંદી ફિલ્મ માટે અક્ષય કુમારને ઘણી આશા છે. છેલ્લા કેટલાય સમયથી અક્ષયની કેરિયર તળિયે બેસી ગઈ છે અને તેને ઉગરવા માટે કેટલીક સારી હિટ ફિલ્મની જરુર છે.