શુભમન સાથેની ફેક તસવીરોથી સારા તેંડુલકર નારાજ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
શુભમન સાથેની ફેક તસવીરોથી સારા તેંડુલકર નારાજ 1 - image


- મનોરંજન માણો પણ સત્યના ભોગે નહીં

- પોતાના નામે ચાલતા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટસ વિશે પણ ચાહકોને સાવધ કર્યા

મુંબઇ : મનોરંજન માણો પણ સત્યના ભોગે નહીં તેવા મેસેજ સાથે સારા તેંડુલકરે સોશિયલ મીડિયા પર તેનાં નકલી એકાઉન્ટસ અને તેની ફેક તસવીરો અંગે નારાજગી વ્યક્ત કરી છે. 

સારાના શુભમન ગિલ સાથેના કેટલાક ફોટા વાયરલ થયા હતા. જોકે, બાદમાં આ ફોટો ફેક હોવાનું બહાર આવ્યું હતું. 

હવે લાંબા સમય બાદ સારાએ આ નકલી ફોટો તથા પોતાના નામે ચાલતાં બનાવટી એકાઉન્ટસ અંગે લોકોને ચેતવ્યા છે. 

તેણે લખ્યુ ંહતું કે ઈન્ટરનેટ માહિતી માટેનો અદ્ભૂત મંચ છે પરંતુ તેનો દુરુપયોગ જોઈ મને ચિંતા થઈ રહી છે. લોકો મનોરંજન માણે તે બરાબર છે પરંતુ તે સત્યના ભોગે ન હોવું જોઈએ. 

તેણે સ્પષ્ટતા કરી હતી કે એક્સ પ્લેટફોર્મ પર તેનું કોઈ એકાઉન્ટ નથી અને તેના પરની પોસ્ટસને કોઈએ અધિકૃત માનવીી નહીં. 

સારાનું નામ શુભમન ગિલ સાથે લાંબા સમયથી ચર્ચાય છે. મુંબઈમાં કેટલીક ઈવેન્ટસમાં બંને અનેકવાર સાથે સાથે જોવા મળ્યાં છે. જોકે, તેમની રિલેશનશિપ વિશે હજુ પણ કશું અધિકૃત રીતે કહેવાયું નથી. 


Google NewsGoogle News