શુભમન ગિલ સાથેના ડીપ ફેક ફોટો પર સારા તેંડુલકરે તોડ્યુ મૌન

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News

શુભમન ગિલ સાથેના ડીપ ફેક ફોટો પર સારા તેંડુલકરે તોડ્યુ મૌન 1 - image

નવી મુંબઇ,તા. 23 નવેમ્બર 2023, ગુરુવાર

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથેના સંબંધોને લઈને ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ દરમિયાન સારાએ આવી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી જોવા મળી હતી. સાઉથ સ્ટાર રશ્મિકા મંદાના બાદ સારા તેંડુલકર ડીપ ફેકનો શિકાર બની હતી. હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ નીકાળતી એક પોસ્ટ શેર કરી છે.

થોડા દિવસો પહેલા કેટરીના કૈફ અને રશ્મિકા મંદાનાની જેમ સારા તેંડુલકર પણ ડીપફેક તસવીરોનો શિકાર બની હતી. જેના પર તેણે હવે પોતાનું મૌન તોડતા હવે સારાએ એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સારા એ સ્ટોરી કરી શેર

શુભમન ગિલ સાથેના ડીપ ફેક ફોટો પર સારા તેંડુલકરે તોડ્યુ મૌન 2 - image

સારાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, "સોશિયલ મીડિયા એ આપણા સુખદુ:ખ અને રોજિંદી પ્રવૃત્તિઓ શેર કરવા માટેનું પ્લેટફોર્મ છે પરંતુ ટેક્નોલોજીનો દુરુપયોગ કરનારા કેટલાક લોકો ખૂબ જ ચિંતાજનક છે કારણ કે તે ઇન્ટરનેટની સત્યતા અને પ્રમાણિકતા છીનવી લે છે.

મારા ડીપફેક ફોટા વાસ્તવિકતાથી દૂર - સારા

સારાએ તેની પોસ્ટમાં આગળ લખ્યું, “મારી ડીપ ફેક ફોટો વાસ્તવિકતાથી ઘણા દૂર છે. X. અગાઉ જે Twitter હતું તેના પર કેટલાક એકાઉન્ટ સ્પષ્ટપણે લોકોને ગેરમાર્ગે દોરવાના હેતુથી બનાવવામાં આવ્યા છે. મારી પાસે પર કોઈ એકાઉન્ટ જ નથી પરંતુ હું આશા રાખું છું કે આવા એકાઉન્ટ્સ પર ધ્યાન આપશે અને તેમને સસ્પેન્ડ કરશે. મનોરંજન ક્યારેય સત્યની કિંમતે ન હોવું જોઈએ. આપણે એવા સંચારને સપોર્ટ કરવો જોઇએ જે વિશ્વાસ અને વાસ્તવિકતા પર આધારિત હોય."


Google NewsGoogle News