આયુષ્માનની હિરોઈન બનવા સારા અને તૃપ્તિ હોડમાં
- બંનેના જાન્યુઆરીમાં લૂક ટેસ્ટ લેવાશે
- આયુષ્માનને પ્રેમની ભૂમિકામાં ચમકાવતી લવ સ્ટોરી માટે સૂરજ હિરોઈન શોધે છે
મુંબઇ : સૂરજ બડજાત્યાએ પોતાની ફિલ્મમાં નવા પ્રેમ તરીકે આયુષમાન ખુરાનાને પસંદ કરી લીધો છે. હવે આયુષમાનની હિરોઈનના રોલ માટે તૃપ્તિ ડિમરી અને સારા અલી ખાન વચ્ચે સ્પર્ધા ચાલતી હોવાનું કહેવાય છે.
આ રોલ માટે સારા અલી ખાન અને તૃપ્તિ ડિમરી બંનેના લૂક ટેસ્ટ આગામી મહિને લેવાશે અને તેના આધારે આ રોલ કોને આપવો તે નક્કી થશે.
નિર્માતા સારા અને તૃપ્તિ વચ્ચે દ્વિધામાં છે. સારા અને આયુષમાન ઓલરેડી સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યાં છે જ્યારે તૃપ્તિ અને આયુષમાનની નવી જોડી બની શકે તેમ છે. અત્યારે તૃપ્તિ બોલીવૂડ નિર્માતાઓની સૌથી મનપસંદ અભિનેત્રીઓમાંની એક છે આથી તેની સાથે તારીખોની સમસ્યા નડી શકે તેમ છે. જોકે, તૃપ્તિને કાસ્ટ કરવામાં આવે તો ફિલ્મની કમર્શિઅલ વેલ્યૂ પણ વધી જાય તેમ છે.