શિવજીની શરણમાં સારા અલી ખાન, 2025ના પ્રથમ સોમવારે આ મંદિરમાં કર્યા દર્શન, જુઓ Photos
Sara Ali Khan Visits Sri mallikarjuna Jyotirlinga: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ભોલેનાથની મોટી ભક્ત છે. તે અવારનવાર ભગવાન શિવજીના દર્શન કરતી દેખાય છે. સારા અલી ખાનનો કરિયર ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર ગયો છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'કેદારનાથ'થી પોતાના કરિયરની શાનદાર શરૂઆત કરનાર સારા અલી ખાનને હિન્દુત્વમાં ખૂબ આસ્થા છે અને તે અવારનવાર કોઈને કોઈ જ્યોતિર્લિંગ અથવા ધામની મુલાકાત લેતી હોય છે. સારા અલી ખાને વર્ષ 2025ના પહેલા સોમવારની શરૂઆત પણ આધ્યાત્મિક રીતે કરી છે. સારા અલી ખાને વર્ષના પ્રથમ સોમવારની શરૂઆત શ્રીસૈલમમાં મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગના દર્શનથી કરી છે.
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી
સારા અલી ખાન નવા વર્ષના પ્રથમ સોમવારે શ્રીસૈલમમાં સ્થિત મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પહોંચી હતી. દર્શન કર્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અનેક તસવીરો શેર કરી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, 'સારાનો વર્ષનો પ્રથમ સોમવાર. જય ભોલેનાથમ'. હવે એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું કે, 'સારા તમને શંકરનો આશીર્વાદ મળ્યો છે'. બીજા એક યુઝરે લખ્યું કે, 'સ્કાય ફોર્સ માટે શુભકામનાઓ. '
એક્ટ્રેસે આ દરમિયાન સફેદ રંગનો ચિકનકારી સૂટ પહેર્યો છે. માથા પર દુપટ્ટો નાખ્યો છે અને કપાળ પર ચંદનનું તિલક કર્યું છે. સારાના મોઢા પર ચમક દેખાય રહી છે. એક્ટ્રેસ આ તસવીરોમાં ભોલેનાથ સામે નતમસ્તક થયેલી, હાથ જોડીને તેમની પૂજા અર્ચના કરતી દેખાય રહી છે.
આ પણ વાંચો: જેલથી બહાર આવશે આસારામ: સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, આ શરતોનું કરવું પડશે પાલન
એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મ
સારા અલી ખાન પોતાની અપકમિંગ ફિલ્મ સ્કાય ફોર્સ માટે ચર્ચામાં છે. ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહેલી સારા અલી ખાનને ટ્રેલર રિલીઝ થયા બાદ ઘણી પ્રશંસા મળી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા ભજવી છે અને વીર પહરિયા આ ફિલ્મથી ધમાકેદાર ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરની ખૂબ પ્રશંસા થઈ રહી છે.