Get The App

મંદિર-મસ્જિદ-ચર્ચ... વિવિધ ધાર્મિક સ્થળે જઇ સારા અલી ખાને માગી દુઆ, VIDEO શેર કરી આપ્યો મેસેજ

Updated: Jan 27th, 2025


Google News
Google News
મંદિર-મસ્જિદ-ચર્ચ... વિવિધ ધાર્મિક સ્થળે જઇ સારા અલી ખાને માગી દુઆ, VIDEO શેર કરી આપ્યો મેસેજ 1 - image


Sara Ali Khan visited various religious places :સારા અલી ખાન ભલે નવાબ પરિવારમાંથી આવે, પરંતુ તેના વિચારો ખૂબ જ અલગ છે. એટલા માટે તે ચાહકોની પ્રિય છે.સારાને ફરવાનો ખૂબ શોખ છે. અને મોટાભાગે તે પવિત્ર ધર્મ સ્થાનો પર જવાનું પસંદ કરે છે. તે મંદિરો, મસ્જિદો, ચર્ચ, દરેક જગ્યાએ જઈ ચૂકી છે. 

આ પણ વાંચો: હોસ્પિટલ જવામાં બે કલાક લાગ્યા? 12માં માળે કઈ રીતે પહોંચ્યો ચોર? સૈફ અલી ખાન કેસમાં ઉઠી રહ્યા છે 6 ગંભીર સવાલ

આપણા ભારતમાં વિવિધતા છે

હાલમાં જ સારા અલી ગણતંત્ર દિવસે તેની એક ઝલક આપી હતી. વીડિયો શેર કરીને સારાએ કહ્યું કે, આપણા ભારતમાં વિવિધતા છે.સારાએ લખ્યું કે, અહીં રંગો, સંસ્કૃતિઓ અને સપનાઓની ઉજવણી કરવામાં આવી રહી છે, જે આપણા દેશને ખરેખર અસાધારણ બનાવે છે! ગણતંત્ર દિવસની શુભકામનાઓ.



વીડિયોમાં તે સૂર્યને પ્રણામ કરતી જોવા મળી હતી

આ ઉપરાંત સારા દેશના વિવિધ સ્થળોની મુલાકાત લઈને દર્શન કરે છે. હાલમાં એક વીડિયોમાં તે સૂર્યને પ્રણામ કરતી જોવા મળી હતી. તો મસ્જિદ અને ચર્ચમાં પ્રાર્થના કરતી પણ જોવા મળી રહી હતી.

આ પણ વાંચો: કોમેડી ફિલ્મો માટે જાણીતા ફિલ્મમેકર શફીએ ફાની દુનિયાને કહ્યું અલવિદા, 56 વર્ષની વયે નિધન

આપણા દેશમાં દરેક ધર્મને કેટલું સમ્માન આપવામાં આવે છે

સારાએ વીડિયોના માધ્યમથી મેસેજ આપવા માંગતી હતી કે, આપણા દેશમાં દરેક ધર્મને કેટલું સમ્માન આપવામાં આવે છે, જેનો હું પણ આદર કરું છું. સારાની આ પોસ્ટથી તેના ચાહકોના હૃદયને સ્પર્શી રહી છે, યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે અને તેના વિચારસરણીના વખાણ કરી રહ્યા છે. તમે લખી રહ્યા છો, એ સારુ છે.

તમને જણાવી દઈએ કે, સારાના માતા-પિતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ પોતે અલગ અલગ ધર્મના છે. 13 વર્ષના લગ્નજીવન પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. સારાની તાજેતરમાં જ ફિલ્મ "સ્કાય ફોર્સ" રિલીઝ થઈ હતી, જેમાં તે વીર પહાડિયાની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ હોવાનું કહેવાય છે.

Tags :
Sara-Ali-KhanVisite-Various-Religious-PlacesVideo-Message

Google News
Google News