સારા અલી ખાન અને અમૃતા સિંહે મુંબઇમાં 22 કરોડ રૂપિયાની કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી
- આ પહેલા પણ આ જ બિલ્ડિંગમાં ચોથા માળે એક ઓફિસ ખરીદી છે
મુંબઇ : સારા અલી ખાન અને અમૃતા સિંહે મુંબઇના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં ૨૨ કરોડની બે કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી છે. મા-દીકરીએ અંધેરીના વીરા દેસાઇ રોડ પર સ્થિત સિગ્નેચર બિલ્ડિંગના ૯મા માળે બે ઓફિસ ખરીદી છે. જેના માટે તેમણે કુલે મળીને ૨૨.૨૬ કરોડ રૂપિયા ચુકવ્યા છે. પ્રત્યેક ઓફિસની કિંમત ૧૧.૧૩કરોડ રૂપિયા છે.
એક રિપોર્ટના અનુસાર, પ્રત્યેક ઓફિસ ૨૦૯૯ વર્ગ ફૂટ એરિયા ધરાવે છે. આ સાથે ૩કાર પાર્કિંગ સગવડ પણ મળી છે. પ્રત્યેક ઓફિસ માટે તેમણે ૬૬.૮ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયૂટી ચુકી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મા-દીકરીએ આ જ બ્લિડિંગના ચોથા માળે એકઓફિસ ખરીદી હતી જે માટે તેમણે રૂપિયા ૯ કરોડ ચુકવ્યા હતા. જે માટે તેમણે ૪૧. ૧૦લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ચુકવી હતી. આ સોદામાં પણ તેમને ૩ કારની પાર્કિંગ સુવિધા મળી હતી.
બોલીવૂડ સિતારાઓ માટે હવે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું એ સામાન્ય થઇ ગયું છે. હાલના મહિનાઓમાં બોલીવૂડની ઘણી સેલિબ્રિટીઓએ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. જેમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર, સલમાન ખાન, અમિતભ બચ્ચન અને એજય દેવગણ જેવા સિતારાઓએ શહેરમાં કમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.