શુભમન ગિલ સાથે ડેટ અંગેના સવાલ પર એક્ટ્રેસે મૌન તોડ્યું, કહ્યું- 'તમે ખોટી સારા પકડી'

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News

શુભમન ગિલ સાથે ડેટ અંગેના સવાલ પર એક્ટ્રેસે મૌન તોડ્યું, કહ્યું- 'તમે ખોટી સારા પકડી' 1 - image

નવી મુંબઇ,તા. 6 નવેમ્બર 2023, સોમવાર 

કરન જોહરના શો 'કોફી વિથ કરન' શો ની ધમાકેદાર શરુઆત થઇ ગઇ છે. ત્યારે આ શોની બીજી એક ખાસિયત છે કે અહીં મોટા મોટા સેલેબ્સ આવીને ઘણીવાર એવા ખુલાસાઓ કરે છે જેની ફેન્સને જાણ નથી હતો. જ્યારે શોની સીઝન 8 ના પહેલા એપિસોડમાં રણવીર અને દીપિકા તો દેઓલ ભાઈઓ બીજા એપિસોડનો ભાગ હતા.

હવે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના બેસ્ટ ફ્રેન્ડ્સ સારા અલી ખાન અને અનન્યા પાંડે કરણ જોહરના ચેટ શોમાં જોવા મળવાના છે જ્યાં મસ્તી કરશે તો એકબીજા વિશે ઘણા રાજ પણ ખોલતા જોવા મળશે. કરણે આગામી એપિસોડનો પ્રોમો શેર કર્યો છે.

હવે સારા અલી ખાન અને અનન્યા પાંડે બી-ટાઉનની બેસ્ટ ફ્રેન્ડ્સ હોવાનું કહેવાય છે. બંનેની ઓફસ્ક્રીન કેમેસ્ટ્રી ચાહકોને ગમે છે. ત્યારે કરણ જોહરે આગામી એપિસોડનો પ્રોમો શેર કર્યો છે. સારા અલી ખાન અનન્યા પાંડેને ખેંચતી જોવા મળી રહી છે. 

રિલીઝ થયેલા પ્રોમોમાં કરણ જણાવે છે કે સારા અને અનન્યાના એક્સ બોયફ્રેન્ડ એક જ છે. આ બધી મસ્તી વચ્ચે સારા અલી ખાને એક કવિતા સંભળાવી, જે અનન્યા પાંડેને બિલકુલ પસંદ ન આવી.

શું સારા શુભમ ગિલને ડેટ કરી રહી છે?

કરણ જોહરે સારાને પૂછ્યું કે શું તે શુભમ ગિલને ડેટ કરી રહી છે. આના પર સારા કહે છે, "તમે ખોટી સારાને પકડી લીધી છે." આખી દુનિયા ખોટી સારાની પાછળ છે.

સારાએ અનન્યાની રિલ્શનશીપને લઇને ખુલાસો કર્યો

રિલીઝ થયેલા પ્રોમોમાં, કરણે રેપિડ ફાયર રાઉન્ડમાં સારા અને અનન્યાને કેટલાક પ્રશ્નો પૂછ્યા. આ દરમિયાન સારાને પૂછવામાં આવ્યું કે અનન્યા પાસે શું છે, જે તેની પાસે નથી. આના પર 'કેદારનાથ' અભિનેત્રીએ કહ્યું 'એક નાઇટ મેનેજર.' વાત કરતી વખતે સારાએ આદિત્ય રોય કપૂરનું નામ લીધું. સારાના મોઢેથી આ જવાબ સાંભળીને અનન્યાને શરમ આવી. 'ધ નાઈટ મેનેજર' એક વેબ સીરિઝ છે, જેમાં આદિત્યએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 


Google NewsGoogle News