અનુરાગ કશ્યપની થ્રીલરમાં બોબી દેઓલ સાથે સાન્યા મલ્હોત્રા

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
અનુરાગ કશ્યપની થ્રીલરમાં બોબી દેઓલ સાથે સાન્યા મલ્હોત્રા 1 - image


- ફિલ્મનું ટાઈટલ હવે પછી જાહેર થશે    

- આ ફિલ્મમાં હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદની પણ મહત્વની ભૂમિકા હશે

મુંબઈ : અનુરાગ કશ્યપ બોબી દેઓલ અને સાન્યા મલ્હોત્રાને લીડ રોલમાં લઈ એક થ્રીલર ફિલ્મ બનાવી રહ્યો છે. હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. 

ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. પરંતુ, તેનું શૂટિંગ મુંબઈમાં શરુ થઈ ચૂક્યું છે. 

મલયાલમ ફિલ્મોનો જાણીતો અભિનેતા જોજુ જ્યોર્જ પણ આ ફિલ્મની કાસ્ટમાં સામેલ છે. 

અનુરાગ કશ્યપ તેની સ્ટાઈલ  પ્રમાણે કેટલીક વાસ્તવિક ઘટનાઓનો આધાર લઈ આ હાર્ડ હિટિંગ થ્રીલર બનાવી રહ્યો હોવાનું કહેવાય છે.  ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું કામ 'એનએચ ૧૦', 'ઉડતા પંજાબ' ના લેખક સુદિપ શર્માને સોંપવામાં આવ્યું છે. 

બોબી અને સાન્યાએ આ ફિલ્મ માટે સળંગ તારીખો ફાળવી છે. આથી આ વર્ષમાં જ ફિલ્મનું શૂટિંગ આપી વર્ષના અંત સુધીમાં તેને રીલિઝ કરી દેવાનું પ્લાનિંગ છે. 


Google NewsGoogle News