હીરા મંડીના અનેક સીન સંજય લીલા ભણશાળીએ ફિલમાવ્યા નથી

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
હીરા મંડીના અનેક સીન સંજય લીલા ભણશાળીએ ફિલમાવ્યા નથી 1 - image


- એક્ટર જેસન શાહે ભાંડો ફોડી નાખ્યો

- ખુદ સંજય લીલાએ દિગ્દર્શન નહિ કરતાં પોતાને અન્યાય થયાનો જેસનનો આરોપ 

મુંબઈ: બહુ ચર્ચાયેલી વેબ સીરિઝ 'હીરામંડી'ના અનેક સીન સંજય લીલા ભણશાળીએ ખુદ  ફિલ્માવ્યા જ નથી તેવો આરોપ આ ફિલ્મના એક એક્ટર જેસન શાહે કર્યો છે. 

જેસને આ સીરિઝમાં એક બ્રિટિશ પોલીસ અધિકારી  કાર્ટરાઈટનો રોલ કર્યો હતો. 

જેસનના આરોપ અનુસાર અનેક સીન સંજય લીલા ભણશાળીએ અન્યોને સોંપી દીધા હતા. ખાસ કરીને તેના મોટાભાગના સીનનું દિગ્દર્શન સંજય લીલા ભણશાળીનું નથી. તેના કારણે મારા પાત્રને ભારે અન્યાય થયો છે. 

જેસનના કહેવા અનુસાર પોતાને આ સીરિઝમાં યોગ્ય તક મળી નથી અને  તેનો રોલ વેડફાઈ ગયો છે. જેસનના જણાવ્યા અનુસાર પોતે હજુ ઘણી વિગતો આપી શકે તેમ છે પરંતુ પોતાના પર ટ્રબલમેકરનું ટેગ લાગે તેમ ઈચ્છતો નથી.

ઉલ્લેખનીય છે કે આ સીરિઝમાં ઇતિહાસ સાથે અનેક ચેડાં કરાયાં હોવાના આક્ષેપો પણ થયા હતા.  સીરિઝમા વધારે પડતી ભવ્યતા બતાવાઈ છે અને મૂળ હીરામંડીની તવાયફોનું સાવ અલગ જ ચિત્રણ કરાયું હોવાના પણ વિવાદો થયા હતા. 


Google NewsGoogle News