'ખરાબ સમયમાં મારા ભાઈએ પણ મને કામ ન આપ્યું...' જાણીતા અભિનેતાએ મનની વ્યથા ઠાલવી
Sanjay Kapoor: અભિનેતા સંજય કપૂર જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળ્યા હતા. આજકાલ તેઓ વેબ સિરીઝમાં પણ એક્ટિંગ કરતા જોવા મળે છે. સંજયે તેમની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 1995માં ફિલ્મ પ્રેમથી કરી હતી. આ પછી તેમણે સિર્ફ તુમ, રાજા, છુપા રુસ્તમ, કર્તવ્ય, બેકાબૂ, શક્તિ : ધ પાવર અને ઓઝાર સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા તરીકે સંજયને વધારે સફળતા મળી ન હતી. તેમના ખાતામાં ઘણી ફલોપ ફિલ્મો છે. તાજેતરમાં સંજય કપૂરે પોતાની કારકિર્દીના ખરાબ તબક્કા વિશે વાત કરી હતી.
ભાઈ બોની કપૂરે તેમને ફિલ્મોમાં કામ નહોતું આપ્યું - સંજય કપૂર
સંજય કપૂરે એક પોડકાસ્ટમાં જણાવ્યું કે, જ્યારે તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના ભાઈ બોની કપૂરે તેમને ફિલ્મોમાં કામ નહોતું આપ્યું. સંજયે કહ્યું કે, જ્યારે બોની 'નો એન્ટ્રી' કરી રહ્યા હતા. ત્યારે તેમને ફરદીન ખાનને કાસ્ટ કરવાને બદલે તેમને કામ આપી શક્યા હોત, પરંતુ તેમણે તેમ કર્યું નહીં, જોકે, સંજય કપૂરે પણ કબૂલ્યું હતું કે તે આખરે બિઝનેસનો એક ભાગ છે.
સંજયે કહ્યું કે, તેમણે છેલ્લા 20 વર્ષમાં ભાઈ બોનીના નિર્માણમાં કોઈ કામ કર્યું નથી. તેમણે કહ્યું કે, જયારે તે તેના ખરાબ સમયમાં ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા હતા. ત્યારે એવું નહોતું કે બોની તેને પ્રેમ કરતા ન હતા,
ભાઈ અનિલ કપૂર સાથે કોઈ સ્પર્ધા નથી
હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સંજય કપૂર પોતાના ભાઈઓ વિશે વાત કરી હતી. સંજય કપૂર, અનિલ કપૂર અને બોની કપૂરના ભાઈઓ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને અનિલ કપૂરથી કોઈ સ્પર્ધા લાગે છે. આ સવાલના જવાબમાં સંજય કહે છે કે, ના, મને નથી લાગતું કે અનિલ અને મારી વચ્ચે એવું કંઈ હોય. અમે ફિલ્મી બેકસાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવ્યા છીએ, તેથી આ પ્રશ્ન વાજબી છે, પરંતુ વાસ્તવમાં અમારા ભાઈઓ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. અમે એકબીજાની સફળતાથી ખુશ છીએ.
સંજય કપૂર કહે છે કે, શરૂઆતમાં અમે બધા સાથે રહેતા હતા, અમારું બે બેડરૂમનું ઘર હતું. અમે બધા સાથે પ્રેમથી રહેતા હતા. ધીરે ધીરે ભાઈઓના લગ્ન થયા, પરિવાર વધ્યો અને હવે અમે અમારા પોતાના ઘરે રહીએ છીએ પરંતુ અમારી વચ્ચે પણ એ જ પ્રેમ છે. તે બીજી બાબત છે કે હવે અમે એટલા મળતા નથી, પરંતુ તે અમારા સંબંધોને અસર કરતું નથી.
હું મારા જીવનથી ઘણો સંતુષ્ટ છું
હું કબૂલ કરું છું કે અનિલ કપૂરની સરખામણીમાં મને એટલી સફળતા મળી નથી, પરંતુ હું એક વાત ચોક્કસ કહેવા માંગીશ. હું અનિલ કરતા વધુ ખુશ અને સંતુષ્ટ છું. હું એમ નથી કહેતો કે તેઓ ઓછા ખુશ કે દુ:ખી છે, પણ હું મારા જીવનથી ઘણો સંતુષ્ટ છું.