પુષ્પા-ટુમાં સંજય દત્તનો પણ કેમિયો હોવાની શક્યતા
મુંબઇ: અલ્લુ અર્જુનની 'પુષ્પા ટૂ'માં સંજય દત્તનો કેમિયો હોવાની સંભાવના છે. આ ફિલ્મમાં પહેલેથી કોઈ બોલીવૂડ એક્ટરની ભૂમિકા હોવાનું ચર્ચાતું રહ્યું છે. હવે એવું સામે આવ્યું છે કે આ એક્ટર કદાચ સંજય દત્ત છે. જોકે, ફિલ્મના સર્જકો કે સંજય દત્તે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. અગાઉ સાઉથની સુપરહિટ ફ્રેન્ચાઈઝી 'કેજીએફ'માં પણ સંજય દત્ત ભૂમિકા ભજવી ચૂક્યો છે. જો 'પુષ્પા ટૂ'માં તેના કેમિયોની વાત સાચી હોય તો સંજય દત્તને સાઉથની બીજી મોટી ફ્રેન્ચાઈઝીમાં તક મળી શકે છે. આ પહેલાં 'પુષ્પા ટૂ'માં મનોજ વાજપેયી પણ કામ કરી રહ્યો હોવાની અફવા હતી. જોકે બાદમાં ખુદ મનોજ વાજપેયીએ જ આ અફવા નકારી હતી.