અજય દેવગણની ફિલ્મમાં વિલન તરીકે સંજય દત્તની પસંદગી
- ફોરેસ્ટ બેકગ્રાઉન્ડ પર ફિલ્મ હશે
- રેન્જર ટાઈટલ ધરાવતી ફિલ્મનું શૂટિંગ આગામી ત્રણથી ચાર મહિનામાં ચાલુ થશે
મુંબઇ : લવ રંજનની આગામી ફિલ્મ'રેન્જર'માં અજય દેવગણ પછી સંજયદત્તની એન્ટ્રી થઇ છે. જોક,ે સંજય દત્ત આ ફિલ્મમાં વિલનના રોલમા જોવા મળવાનો છે. આ ફિલ્મ એન્ડવેચર પર આધારિત છે.
સંજયદત્તનો આ ફિલ્મમાં ફોરેસ્ટ રેન્જરનો રોલ હશે. લવ રંજને અજય દેવગણ અને સંજય દત્તના પાત્ર માટે ખાસ લુક તૈયાર કર્યો છે. ફોરેસ્ટ બેકગ્રાઉન્ડ પરની આ ફિલ્મનું શૂટિંગ ત્રણ-ચાર મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, અજય દેવગણ અને સંજય દત્તે આ પહેલાં 'સન ઓફ સરદાર ' સહિતની ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.