સંજય દત્ત અને સલમાનનો હોલીવૂડ ફિલ્મમાં કેમિયો
- બંને 13 વર્ષ પછી સ્ક્રીન શેર કરશે
- થ્રીલર ફિલ્મનું શૂટિંગ હાલ સાઉદી અરેબિયામાં ચાલી રહ્યું છે
મુંબઇ : સલમાન ખાન અને સંજય દત્ત હોલીવૂડની એક ફિલ્મમાં કેમિયો કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ હાલ સાઉદી અરેબિયામાં ચાલી રહ્યું છે.
આ એક એકશન થ્રીલર હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મનાં ટાઈટલ સહિતની વિગતો હજુ જણાવાઈ નથી.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અને સંજય દત્તે ભૂતકાળમાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની 'સાજન' ફિલ્મ સુપરહિટ થઈ હતી. પરંતુ ૨૦૨૨ પછી બન્નેએ સાથે સ્ક્રીન શેર કરી નથી.