Get The App

સંજય દત્ત અને અભિષેક મોગલ રાજાઓની ભૂમિકા ભજવશે

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
સંજય દત્ત અને અભિષેક મોગલ રાજાઓની ભૂમિકા ભજવશે 1 - image


- રિતેશ દેશમુખ ફિલ્મનો દિગ્દર્શક

- શિવાજી મહારાજ પરની ફિલ્મમાં ફરદીન ખાનને પણ રોલ મળ્યો

મુંબઇ : રિતેશ દેશમુખ હાલ શિવાજી મહારાજ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રિતેશ દેશમુખ આ ફિલ્મના દિગ્દર્શનની સાથેસાથે છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં પણ જોવા મળવાનો છે. આ ફિલ્મ મરાઠી અને હિંદી એમ  બે ભાષામાં રિલીઝ કરવામા ંઆવશે. સંજય દત્ત અને અભિષેક બચ્ચન મોગલ રાજાઓના પાત્રમાં જોવા મળવાના છે. જ્યારે ફરદીન ખાન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં હશે. 

હાલ આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં ચાલી રહ્યું છે.  આ ફિલ્મનું નિર્માણ જ્યોતિ દેશપાંડે તેમજ રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસોઝા કરી રહી છે. 


Google NewsGoogle News