સંજના યુએન વિકાસ કાર્યક્રમના 'યુથ કોઃલેબ ઇન્ડિયા'નો ચહેરો બની
સંજના યુએન વિકાસ કાર્યક્રમના 'યુથ કોઃલેબ ઇન્ડિયા'નો ચહેરો બની
મુંબઇ: હાલના તબક્કે સંજના સાંઘી પોતાના સામાજિક કાર્યો અને માનવીય જવાબદારીઓ પ્રત્યે સંવેદનશીલતાને પગલે પ્રશંસા પામી રહી છે.' યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ' (સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ) -ભારતે સંજના સાંઘી સાથે પોતાના સહયોગની જાહેરાત કરતાં સ્પષ્ટ કર્યું હતું કે તેમના મુખ્ય કાર્યક્રમ 'યૂથ કોઃલેબ ઇન્ડિયા'નો નવો ચહેરો સંજના છે.
સંજનાએ પોતાને મળેલા આ સન્માન બદલ કહ્યું હતું કે હું સાત વર્ષથી જે સામાજિક કાર્યો કરી રહી છું તે બદલ મને મળેલું આ સૌથી મોટુ બહુમાન છે. હું આશા રાખું છું કે આ કાર્યક્રમ યુવાનોને સહયોગ આપશે.