Get The App

...તો આ કારણે સાનિયા મિર્ઝાએ શોએબ મલિકથી લીધા તલાક! પાક. ક્રિકેટરની બહેનોએ ખોલી પોલ

શોએબ મલિકે તાજેતરમાં ત્રીજા લગ્ન કરતાં મામલો ચર્ચામાં આવ્યો હતો

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
...તો આ કારણે સાનિયા મિર્ઝાએ શોએબ મલિકથી લીધા તલાક! પાક. ક્રિકેટરની બહેનોએ ખોલી પોલ 1 - image

image : Twitter



Sania Mirza and Shoaib Malik Divorce News | પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે શનિવારે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથેના લગ્નની જાહેરાત કરી હતી. આ સાથે એ વાતની પુષ્ટિ થઈ ગઇ કે તે નિવૃત્ત ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી અલગ થઈ ગયો છે. શોએબ મલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેના ત્રીજા લગ્નની તસવીરો શેર કરી હતી, પરંતુ પાકિસ્તાની મીડિયાના એક અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શોએબના પરિવારનો કોઈ સભ્ય લગ્નમાં સામેલ થયો ન હતો. આ સાથે જ સાનિયા મિર્ઝાએ શોએબથી અલગ થવાનો નિર્ણય કેમ લીધો તે પણ સામે આવ્યું છે.

શોએબ મલિકની બહેનોએ જણાવ્યું કારણ... 

સાનિયા મિર્ઝાના પિતાએ પુષ્ટિ કરી છે કે તે સના જાવેદ સાથેના લગ્ન વચ્ચે શોએબ મલિક સાથે સાનિયાએ તલાક નહીં પણ 'ખુલા' લીધા છે. તેનો અર્થ એ છે કે પત્ની પતિની પરવાનગી વિના છૂટાછેડા લઈ શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સાનિયા મિર્ઝા શોએબ મલિકના કથિત લગ્નેતર સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ)થી કંટાળી ગઈ હતી. આ સ્પષ્ટતા  શોએબ મલિકની બહેનોએ કરી છે. ઘણા સમયથી તેમના અલગ થવાના સમાચાર આવી રહ્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ તેની પુષ્ટિ કરી ન હતી, પરંતુ હવે શોએબના ત્રીજા લગ્ન સાથે બધું સ્પષ્ટ થઈ ગયું છે.

શોએબના આ ત્રીજા લગ્ન 

શોએબ મલિકના આ ત્રીજા લગ્ન છે. સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરતા પહેલા તેના લગ્ન આયેશા સિદ્દીકી સાથે થયા હતા. શોએબ અને સાનિયાના લગ્ન એપ્રિલ 2010માં હૈદરાબાદમાં થયા હતા અને તેઓ દુબઈમાં રહેતા હતા. 2018માં બંનેને એક બાળક થયું હતું, જેનું નામ ઇઝાન હતું જે હાલમાં પાંચ વર્ષનો છે અને સાનિયા સાથે રહે છે. શોએબે સના સાથેના લગ્નની પુષ્ટિ કરતાની સાથે જ સાનિયાએ પણ છૂટાછેડાની કાર્યવાહી આગળ વધારી હતી. 

...તો આ કારણે સાનિયા મિર્ઝાએ શોએબ મલિકથી લીધા તલાક! પાક. ક્રિકેટરની બહેનોએ ખોલી પોલ 2 - image


Google NewsGoogle News