'એનિમલ'થી પણ વધુ હિંસક હશે તેની સિક્વલ 'એનિમલ પાર્ક', વાંચો શું કહ્યું ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ...

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
'એનિમલ'થી પણ વધુ હિંસક હશે તેની સિક્વલ 'એનિમલ પાર્ક', વાંચો શું કહ્યું ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ... 1 - image


-  'એનિમલ'ના અંતમાં તેના સિક્વલની પણ હિન્ટ આપી દેવામાં આવી છે

મુંબઈ, તા. 07 ડિસેમ્બર 2023, ગુરૂવાર

Animal Park Update: સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'એનિમલ'એ ધમાકો કર્યો છે. ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. 'એનિમલ'માં દમદાર એક્ટિંગના કારણે રણબીર કપૂર અને બોબી દેઓલ ખૂબ પ્રશંસા મેળવી રહ્યા છે. 'એનિમલ'ના અંતમાં તેના સિક્વલની પણ હિન્ટ આપી દેવામાં આવી છે. ત્યારે હવે બધા 'એનિમલ પાર્ક'ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવે નિર્દેશક સંદીપે 'એનિમલ પાર્ક' પર વાત કરી છે અને તેને 'એનિમલ' કરતા પણ વધુ ડાર્ક ગણાવી છે.

'એનિમલ'થી વધુ હિંસક

ફિલ્મ 'એનિમલ'ના ક્લાઈમેક્સમાં રણબીર કપૂરનું જ બીજું પાત્ર એકદમ અલગ લુક અને પહેલા કરતા ખૂબ જ હિંસક અંદાજમાં નજર આવે છે. થોડી જ મિનિટમાં રણબીરનું આ બીજુ પાત્ર દર્શકોના દિલોમાં ડર ઊભો કરી દે છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ જાય છે કે, 'એનિમલ પાર્ક' પહેલા પાર્ટ કરતા વધુ ડાર્ક હશે.

રણબીર સાથે વધુ ડાર્ક ફિલ્મ

એક અહેવાલ પ્રમાણે સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું હતું કે, જો 'એનિમલ'ને પોઝિટીવ રિસ્પોન્સ મળશે તો તેઓ રણબીર કપૂર સાથે ફરીથી કામ કરશે અને આ વખતે તેઓ આનાથી પણ વધુ ડાર્ક અને હિંસક ફિલ્મ બનાવશે. આવી સ્થિતિમાં એનિમલની સફળતા સાથે જ એ કન્ફર્મ થઈ ગયુ છે કે એનિમલ પાર્ક સંદીપ અને રણબીરના કરિયરની સૌથી ડાર્ક ફિલ્મ બની શકે છે.


Google NewsGoogle News