સનમ તેરી કસમના નિર્માતા, દિગ્દર્શક સીકવલ માટે ઝઘડયા
- મૂળ નિર્માતાનો હક્કો આપવાનો ઈનકાર
- સીકવલ બનાવીશ પણ દિગ્દર્શક કોને રાખવા તે હજુ નક્કી કર્યું નથી
મુંબઇ : 'સનમ તેરી કસમ' ફિલ્મ રી રીલિઝ દરમિયાન બોક્સ ઓફિસ પર સારું કલેકશન કરી રહી છે હવે હાલમાં જ દિગ્દર્શકો રાધિકા રાવ અને વિનય સપ્રુએ ફિલ્મની સીકવલ પર કામ શરૂ કરી દીધું હોવાની જાહેરાત કરી છે.
જોકે, ફિલ્મના નિર્માતા દીપક મુકેટે આ જાહેરાત સામે વાંધો લઈ કહ્યું છે કે મૂળ હક્કો મારી પાસે છે. મારી મંજૂરી વિના રાધિકા અને વિનય આ જાહેરાત કરી શકે નહિ.
મુકુટે કહ્યું હતું કે વાસ્તવમાં ૨૦૨૪માં જ મેં હર્ષવર્ધન રાણે સાથે મેં સીકવલની ઘોષણા કરી હતી.
સનમ તેરી કસમ ટુની લેખન પ્રક્રિયા ચાલુ છે. એ પુરી થઇ જાય પછી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ઼
આ સાથે તેણે આ ફિલ્મનું દિગ્દર્શન કોણ કરશે તે અંગે કોઇ ખુલાસો કર્યો નહોતો. દીપક મુકુટે એમ પણ કહ્યું હતુ ંકે, મને નવાઇ લાગે છે કે જે ફિલ્મના અધિકાર મારી પાસે છે તેની સીકવલ બનાવવાની અને રિલીઝની ઘોષણા રાધિકા રાવ અને વિનય સપ્રુ કઇ રીતે કરી રહ્યા છે. તેમણે આ ફિલ્મ બાબતે મારો સંપર્ક જ કર્યો નથી.